તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Passengers Will No Longer Be Able To Charge Their Mobile Phones Or Laptops On The Train At Night

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે યાત્રી કૃપયા ધ્યાન દે:હવે મુસાફરોને ટ્રેનમાં રાત્રે મોબાઈલ ફોન અથવા લેપટોપ ચાર્જિંગની સુવિધા નહીં મળે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણય ટ્રેનમાં આગ અને ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે
  • ચાર્જિગ માટે નક્કી કરવામાં આવ્યું ટાઈમટેબલ

મોટાભાગના રેલવે મુસાફરો ટ્રેનમાં ચડતાની સાથે પોતાના મોબાઈલ અથવા લેપટોપને ચાર્જિંગમાં મૂકી દે છે. જો તમને પણ ઘરેથી મોબાઈલ-લેપટોપ ફૂલ ચાર્જ કરીને મુસાફરી કરવાની જગ્યાએ ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ શોધવાની આદત છે તો હવે તેને બદલવી પડશે. હવે મુસાફરો રાત્રે મુસાફરી દરમિયાન પોતાનો મોબાઈલ ફોન અથવા લેપટોપ ટ્રેનમાં ચાર્જ નહીં કરી શકે. રેલવેના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણય ટ્રેનમાં આગ અને ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી દુર્ઘટાને ટાળી શકાય.

ચાર્જિગ માટે નક્કી કરવામાં આવ્યું ટાઈમટેબલ
રેલવેના જણાવ્યા પ્રમાણે, હવે ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિંગ માટે ટાઈમટેબલ નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસાર, હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેનાથી રાત્રે મુસાફરી દરમિયાન મોબાઈલ ચોરી, મોબાઈલ ફાટવો અને આગ લાગવા જેવી ઘટનાઓ નહીં સર્જાઈ. આ નિયમને ઘણી ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ આગ એક કોચથી શરૂ થઈ અને જોત જોતાંમાં જ તે 7 કોચ સુધી ફેલાઈ ગઈ. જો કે, આગમાં કોઈ મુસાફરોને નુકસાન નહોતું થયું. આ ઘટનાથી રેલવે સજાગ થઈ ત્યારબાદ હવે રેલવે કડક કાર્યવાહી કરી રહી છે.

એપ્રિલમાં ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા 1 એપ્રિલ 2021થી કેટલાક રૂટ પર નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત પણ કરી છે. દેશમાં ફરીથી વધતા કોરોના સંકટને ધ્યાનમાં રાખતા રેલવે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. રેલવેએ ટ્રેનમાં ભીડભાડ રોકવા અને લોકોને સરળતાથી સીટ ઉપલબ્ધ કરાવવા માટે ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત સમયાંતરે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો