તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Paramedical Staff And More Recruitment 2021: 39 Vacancies For Paramedical Staff And More, Integral Coach Factory Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીએ પેરા મેડિકલ સ્ટાફ માટે ભરતી બહાર પાડી, 13 મે સુધી ઓનલાઈન અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ
  • આ જગ્યા માટે ધોરણ 10 પાસ, MBBS ડિગ્રી હોલ્ડર અપ્લાય કરી શકે છે

રેલ મંત્રાલયના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર (GDMO)અને પેરા મેડિકલ સ્ટાફ (સ્ટાફ નર્સ અને હાઉસ)ની જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. આ ભરતી કોરોના મહામારી દરમિયાન કોન્ટ્રાક્ટ બેઝ પર જ કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ICFની ઓફિશિયલ વેબસાઈટ pbicf.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 13 મે છે.

લાયકાત
આ જગ્યા માટે ધોરણ 10 પાસ, MBBS ડિગ્રી હોલ્ડર અપ્લાય કરી શકે છે. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે નર્સિંગ સ્કૂલ કે ભારતીય નર્સિંગ કાઉન્સિલથી માન્ય સંસ્થાન પાસેથી જનરલ નર્સિંગ અને મિડવાઈફરીમાં ત્રણ વર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

જગ્યા:39

જગ્યાસંખ્યા
કોન્ટ્રાક્ટર મેડિકલ પ્રેક્ટિશનર (GDMO)05
સ્ટાફ નર્સ લેવલ 713
હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ લેવલ 121

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 13 મે(સાંજે 5:30 વાગ્યે)

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 13 મે સુધી ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીની ઓફિશિયલ વેબસાઈટ pbicf.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.