• Gujarati News
  • Utility
  • PAN Card Will Become Inactive After 31 March 2023, Know The Entire Process Of Linking PAN Aadhaar

પાનને આધાર સાથે જલ્દી જ કરાવી લો લિંક:31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ થઈ જશે ઇનએક્ટિવ, જાણો પાન-આધારને લિંક કરવાની સમગ્ર પ્રોસેસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના જમાનામાં પાનકાર્ડ અને આધારકાર્ડ ખૂબ જ જરૂરી થઈ ગયાં છે. જો તમે પણ હજુ સુધી પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો જલદી જ કરાવી લો. જો તમે 31 માર્ચ 2023 સુધીમાં પાનને આધાર સાથે લિંક નથી કરતાં તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ શકે છે. જેનાકારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પાન અને આધારકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ અનેકવાર આપવામાં આવી છે અને પરંતુ આ વખતે આવકવેરા વિભાગ તારીખ લંબાવવાના મૂડમાં નથી. આ માટે જ પાનકાર્ડધારકોને પાનને તેમના આધાર સાથે લિંક કરવાનું વારંવાર કહે છે.

30 જૂન 2022 બાદ 1000 રૂપિયા ફી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે 'આવકવેરા કાયદા, 1961' મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.' જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

10,000 રૂપિયા સુધીનો ભરવો પડી શકે છે દંડ
જો આધારને પાન સાથે લિંક નહિ કરો તો જો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે તો પડી શકે છે આ મુશ્કેલી

  • 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.
  • પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.
  • કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
  • સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે.

આધાર-પાનને લિંક કરવા માટે આ છે પ્રોસેસ

સૌથી પહેલા તો 1000 રૂપિયાની ચુકવણી કરવી પડશે

  • આ બાદ ઈન્કમટેક્સની વેબસાઈટ પર જાઓ.
  • અહીં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો.
  • પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો.
  • પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે.
  • CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો.
  • ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) પસંદ કરો
  • ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.
  • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
  • તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
  • પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
  • આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.
  • સરનામાના સ્થળે તમારું કોઈપણ સરનામું લખો.
  • હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.
  • પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો.
  • જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.
  • જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ગડબડ હોય તો એડિટ પર ક્લિક કરો
  • હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.
  • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને પીડીએફ મળશે. આ ડાઉનલોડ તમારી પાસે રાખો.
  • આ પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે.

પેમેન્ટ કર્યા બાદ કરવી પડશે આ પ્રોસેસ

  • 4-5 દિવસ બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ પર લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે.
  • પાનનંબર અને આધારનંબર ભરો અને વેલિડેટ પર ક્લિક કરો.
  • જો તમારું પેમેન્ટ અપડેટ થઈ ગયું છે, તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
  • ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.
  • આઇ એગ્રી પર ટિક કરો અને આગળ વધો. હવે તમને ઓટીપી મળશે.
  • ઓટીપી દાખલ કરો અને વેલિડેટ પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે.
  • પોપ અપમાં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.
  • વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર એની સ્થિતિ ચકાસી શકો છો.