તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Pain In The Joints After Corona May Be Vascular Necrosis, Requiring Joint Replacement; Three New Patients Were Found In Mumbai

બ્લેક ફંગસ પછી ‘બોન ડેથ’ નવી સમસ્યા:કોરોના બાદ સાંધામાં દુખાવો એવેસ્કુલર નેક્રોસિસ હોઈ શકે છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે; મુંબઈમાં ત્રણ નવા દર્દી મળ્યા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર કહેર વરસાવી ચૂકી છે, ત્યારે બીજી તરફ કોવિડ રિકવરી બાદ થઈ રહેલી મુશ્કેલીઓ સતત વધી રહી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ, ડાયાબિટીસ, બ્લડ ક્લોટ્સ, હૃદય, ફેફસાં અને ​પલ્મોનરી સાથે સંબંધિત સમસ્યા અને સાથે લાંબા સમય સુધી કોવિડના લક્ષણો રહેવાથી દેશમાં ચિંતા વધી ગઈ છે. હવે ડૉક્ટર્સની સામે કોવિડ રિકવરી સાથે સંબંધિત 'એવેસ્કુલર નેક્રોસિસ' નામની નવી સમસ્યા સામે આવી ગઈ છે.

ઓર્થોપેડિક ડૉ. રાજીવ હિંગોરાની આ બીમારી વિશે જણાવે છે કે, એવેસ્કુલરનો અર્થ છે નો બ્લડ અને નેક્રોસિસનો અર્થ છે ડેડ. એટલે કે કોઈ પીસ ઓફ બોન જ્યાં બ્લડ સપ્લાય ઘટી જાય છે તેના સેલ્સ ડેડ થઈ જાય છે. તેને જ બોન ડેથના નામથી ઓળખવામાં આવે છે.

સેલ્સ સુધી લોહી ન પહોંચવાથી થાય છે એવેસ્કુલર નેક્રોસિસ
સરળ શબ્દોમાં કહીએ તો આ બીમારીમાં હાડકા ઓગળવા લાગે છે. તેનું કારણ છે લોહીના પ્રવાહમાં અવરોધ, જેનાથી સેલ્સ સુધી પર્યાપ્ત માત્રામાં લોહી નથી પહોંચતું. આવી સ્થિતિમાં પોષક તત્ત્વો ઘટી જાય છે અને હાડકાના સેલ્સ ડેડ થવા લાગે છે.

એવેસ્કુલર નેક્રોસિસના કેસ વધવાની આશંકા
રિપોર્ટ્સના અનુસાર, મુંબઈની હોસ્પિટલોમાં એવેસ્કુલર નેક્રોસિસ (AVN)ના ત્રણ કેસ મળ્યા છે, અને તમામની ઉંમર 40 વર્ષથી ઓછી છે. આ તમામ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે. ડૉક્ટર્સના અનુસાર, આવનાર સમયમાં એવેસ્કુલર નેક્રોસિસના કેસ વધી શકે છે.

સ્ટિરોઈડ લેતા લોકોને વધુ જોખમ
ડૉક્ટર રાજીવ જણાવે છે કે, એવેસ્કુલર નેક્રોસિસની સમસ્યા સૌથી વધારે હિપ્સના હાડકામાં થાય છે, જેના કારણે જાંઘનો ગોળ ભાગ, જે હિપ્સ સાથે જોડાયેલો હોય છે, તે ઓગળવા લાગે છે. સામાન્ય રીતે 30થી 60 વર્ષની ઉંમરના લોકોને અસર થાય છે. પરંતુ કોરોનાના તે દર્દીઓને તેનું વધારે જોખમ છે જેમને સારવાર દરમિયાન સ્ટિરોઈડ આપવામાં આવ્યું હોય.

કેવી રીતે થાય છે 'બોન ડેથ'ની સારવાર
ડૉક્ટર રાજીના જણાવ્યા પ્રમાણે, સાંધામાં દુખાવો થવા પર તેને અવગણશો નહીં. જો સતત ઘણા દિવસો સુધી દુખાવો થતો હોય, તેના સિવાય બીજા કોઈ લક્ષણ ન હોય તો ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટર તમને થોડા દિવસો માટે ઓબ્ઝર્વેશનમાં રાખશે, દુખાવો મટે નહીં તો તરત MRIની સલાહ આપશે. કેમ કે એક મહિના બાદ MRIથી જાણી શકાય છે. ત્રણ મહિના બાદ એક્સ-રેથી પણ જાણી શકાય છે. શરૂઆતના દિવસોમાં જાણ થતાં તેની સારવાર થઈ શકે છે પરંતુ વિલંબ થવા પર જોઈન્ટ રિપ્લેસમેન્ટ એકમાત્ર રસ્તો છે.