તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમે ઘણા પ્રકારના ડાયટ લીધા હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે, પરંતુ શું તમે પીગન ડાયટ વિશે જાણો છો? આ ડાયટ ફિટ રહેવા માટે એક નવી રીત છે, તેને ડૉક્ટર માર્ક હાઈમને શોધ્યું છે, અમેરિકાના નેશનલ હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટીટ્યુટ પ્રમાણે, તેનાથી શુગર, કોલેસ્ટેરોલ, ફેટ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી બીમારીઓ કંટ્રોલ કરી શકાય છે.
પીગન ડાયટ શું છે?
પીગન ડાયટ પ્લાન વીગન અને પેલિઓ ડાયટનું મિશ્રણ છે. પેલિઓ ડાયટ એટલે માંસ અને માછલી, અને વીગન ડાયટ એટલે લીલા શાકભાજી. આ ડાયટમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ડાયટથી એનિમલ ફેટવાળા ફૂડ કંટ્રોલ કરી શકાય છે. ડૉ. હાઈમનના જણાવ્યા પ્રમાણે, પીગન ડાયટમાં સ્ટાર્ચ વગરની શાકભાજીઓ, ફળ અને પાંદડાવાળા શાકભાજી સામેલ કરવામાં આવે છે. તેમાં પ્રોટીન પર સૌથી વધારે ફોકસ કરવામાં આવે છે. આ ઘણી બધી બીમારીઓ માટે અસરકારક છે.
પીગન ડાયટમાં શું સામેલ છે?
ડૉ. હાઈમન કહે છે, આ ડાયટ પ્લાન માટે તમારી પ્લેટમાં 75% શાકભાજી અને 25% મીટ હોવું જોઈએ.
પીગન ડાયટનાં 5 ફાયદા
1-બ્લડ પ્રેશરની તકલીફ થતી નથી
અમેરિકન હેલ્થ એજન્સી ન્યૂરોલોજીએ એક સ્ટડી કરી. તે પ્રમાણે પીગન ડાયટ બાળકો અને મોટી ઉંમરના લોકોમાં હાઈ બ્લડ પ્રેશર રોકવામાં અસરકારક સાબિત થાય છે.
2- કોલેસ્ટેરોલને કંટ્રોલ કરે છે
તે શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોલેસ્ટેરોલ લેવલ વધવાનું સૌથી મોટું કારણ સેચ્યુરેટેડ ફેટ છે. પરંતુ પીગન ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવામાં નથી આવતી, જેમાં સેચ્યુરેટેડ ફેટ હોય. સતત એક મહિના સુધી પીગન ડાયટ પર નિર્ભર રહેવાથી શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ન માત્ર ઘટે છે પરંતુ, સંતુલિત પણ બને છે.
3- ડાયાબિટીસ કંટ્રોલ કરે છે
તે ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપાય છે. પીગન ડાયટમાં સુગર નથી હોતી, જ્યારે નોર્મલ ડાયટમાં તમામ સાવચેતી બાદ પણ સુગર કોઈના કોઈ રીતે શરીરમાં પહોંચતી રહે છે. જેમનું સુગર લેવલ વધારે વધી ગયું હોય તેમને તરત પીગન ડાયટની તરફ જવું જોઈએ. ઘણી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થઈ જાય છે.
4- હાડકાં મજબૂત રહે છે
પીગન ડાયટ હાડકાં માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ અને વિટામિન-D ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સંધિવા, સોજા અને એટલે સુધી કે બોન કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.
5- હાર્ટ માટે સારું
પીગન ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ અને સુગરની માત્રા ન હોવાથી બ્લડ પ્રેશરની સાથે સાથે શરીરનું સુગર લેવલ અને કોલેસ્ટેરોલ પણ કંટ્રોલમાં રહે છે. આ તમામ વસ્તુઓ પર જ હૃદયનું સ્વાસ્થ્ય પર નિર્ભર છે. તમારા શરીરમાં સેચ્યુરેટેડ ફેટ અને સુગરની માત્રા જેટલી સંતુલિત હશે તમારું હૃદય પણ એટલું જ સ્વસ્થ રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.