વીમો / OYO પોતાના ગ્રાહકોને હોટેલ ભાડામાં 10 લાખનો ફ્રી વીમો આપશે

OYO will provide one million free insurance for hotel rentals to its customers

Divyabhaskar.com

Aug 13, 2019, 02:15 PM IST

યુટિલિટી ડેસ્ક. ઓયો (OYO) હોટેલ્સ એન્ડ હોમ્સ પોતાના ગ્રાહકોને બુકિંગની કિંમત પર 10 લાખ રૂપિયાના કૉમ્પ્લિમેન્ટરી ઈન્શ્યોરન્સ કવરની જાહેરાત કરી છે. તે માટે કંપનીએ 'જનરલ ઈન્શ્યોરન્સ' કંપની સાથે હાથ મિલાવ્યો છે. OYOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કૉમ્પ્લિમેન્ટરી વીમા પેકેજ હેઠળ ઓયો મહેમાનોને 10 લાખ રૂપિયાનો વીમો આપશે. તેમાં અકસ્માતમાં મૃત્યુ થવા પર 10 લાખ રૂપિયાનું કવરેજ, વસ્તુ ખોવાઈ જવા પર 10 હજાર રૂપિયાનું કવરેજ,અકસ્માતમાં સારવારના ખર્ચ પર 25 હજાર રૂપિયા સુધીનું કવરેજ અને ઓપીડી ટ્રીટમેન્ટ જેવી અન્ય સુવિધાઓ આપવામાં આવશે'.

ઓયોનું કહેવું છે કે, આ સુવિધા ઓયો હોટેલ, ઓયો હોમ, ઓયો ટાઉનહાઉસ, ક્લેક્શન ઓ, સિલ્વરકી, કેપિટલ ઓ અને પેલેટ રિસોર્ટ્સમાં આપવામાં આવશે. તે ઉપરાંત ઓયો એપ, વેબસાઈટ, મોબાઈલ વેબસાઈટ, ડાયરેક્ટ બુકિંગ અથવા વોક ઈન બુકિંગ સહિતનાં તમામ પ્રકારનાં બુકિંગ પર આ સુવિધા આપવામાં આવશે.

આ લોકોને મળશે ફાયદો

ઓયો તરફથી વીમા કવરનો ફાયદો ઓયો એપ, વેબસાઈટ, મોબાઈલ વેબસાઈટ, ડાયરેક્ટ બુકિંગ કરવા પર મળશે. ઓયો હોટેલ, ઓયો હોમ, ઓયો ટાઉનહોમ,ક્લેક્શન ઓ, સિલ્વર કી, કેપિટલ અને પેલેટર રિસોર્ટ્સમાં રહેનાર ગ્રાહકોને વીમા કવરનો ફાયદો મળશે.

X
OYO will provide one million free insurance for hotel rentals to its customers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી