રાહત / SBI સહિત અન્ય બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો

Other banks, including SBI, cut interest rates

Divyabhaskar.com

Aug 10, 2019, 02:34 PM IST

યૂટિલિટી ડેસ્ક. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો બાદ ઘણી બેંકોએ લોન સસ્તી કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ 3 અન્ય બેંકો પાસેથી લોન લેવી હવે સસ્તી થઈ ગઈ છે. તેમાં સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને આઈડીબીઆઈ બેંક સામેલ છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019-20ની ત્રીજી મોનેટરી પોલિસી રિવ્યૂ મીટિંગમાં રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષે આરબીઆઈએ 4 વખતમાં 1.15 રેપો રેટ ઘટાડ્યો છે. હવે રેપો રેટ 5.40 ટકા અને રિવર્સ રેપો રેટ 5.15 ટકા થઈ ગયો છે.

આ બેંકો પાસેથી લોન લેવી હવે સસ્તી થઈ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

ભારતીય સ્ટેટ બેંકે તમામ સમયગાળાની લોન પર વ્યાજ દર 0.15 ટકા ઘટાડી દીધો છે. ત્યારબાદ SBIની એકવર્ષની માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ બેસ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR) 8.40 ટકા ઘટીને 8.25 ટકા થઈ ગયો છે. બેંકના નવા વ્યાજ દર 10 ઓગસ્ટથી લાગુ પડશે.

સિન્ડિકેટ બેંક (Syndicate Bank)

સિન્ડિકેટ બેંકે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. સિન્ડિકેટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નવારેટ 12 ઓગસ્ટ એટલે કે સોમવારથી લાગુ થશે.

ઓરિઅન્ટલ બેંક ઓફ કોમર્સ

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ બેંકની વિવિધ સમયગાળાની લોન પર વ્યાજ દર એટલે કે MCLRમાં 0.10 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એક વર્ષની લોનના નિર્ધારિત ખર્ચના આધારે વ્યાજ દર (MCLR) 0.10 ટકા ઘટીને હવે 8.55 ટકા છે. તે ઉપરાંત એક દિવસથી લઈને છ મહિના સુધી વિવિધ સમયગાળા માટે એમસીએલઆરમાં 0.05 ટકાથી 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર 10 ઓગસ્ટથી લાગુ થશે.

X
Other banks, including SBI, cut interest rates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી