તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દરેક વ્યક્તિને પોતાનું ઘર ખરીદવાનું સપનું હોય છે. પરંતુ અત્યારના સમયમાં લોકો પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે હોમ લોન લે છે. જો તમે પણ ઘર ખરીદવા જઈ રહ્યા છો અને હોમ લોન લેવા અંગે વિચારી રહ્યા છે તો ભારતીય સ્ટેટ બેંક (SBI) તમારા માટે સારી ઓફર લાવી છે. ભારતીય સ્ટેટ બેંક ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે હોમ લોન ઓફર રજૂ કરી રહી છે.
હોમ લોન પર આ ત્રણ ઓફર મળી રહી છે
SBI હોમ લોન પર ત્રણ ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત હોમ લોન અપ્લાય કરનાર ગ્રાહકોને પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે. જો તમારો સિબિલ સ્કોર સારો છે તો તમને 30 લાખથી 1 કરોડ રૂપિયા સુધી લોન પર 10 બેસિસ પોઈન્ટની છૂટ મળી શકે છે. એટલું જ નહીં. જો તમે SBI YONO દ્વારા અપ્લાય કરો છો તો હોમ લોનના વ્યાજ પર છૂટ મળશે. YONO દ્વારા હોમ લોન અપ્લાય કરવાથી તમને 5 બેસિસ પોઈન્ટની વધારાની છૂટ આપવામાં આવશે.
SBI 6.95 ટકા વ્યાજ દર પર હોમ લોન આપે છે
ભારતીય સ્ટેટ બેંક 1 જુલાઈ 2020થી 6.95 ટકા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કોરોનાનાં કારણે રેપો રેટ ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હોવાથી હોમ લોનનાં વ્યાજ દર એક દાયકાથી નીચલા સ્તરે આવી ગયા છે. SBIમાં તમામ નવી હોમ લોન બાહ્ય બેંચમાર્ક સાથે જોડાયેલી છે, જે હાલના સમયે 6.65 ટકા છે. SBIનો EBR રેપો રેટથી લિંક્ડ છે. વર્તમાનમાં SBIમાં હોમ લોન પર વ્યાજ દર પગારદાર ગ્રાહકો માટે 6.95 ટકાથી 7.45 ટકા અને સ્વ રોજગારીવાળા ગ્રાહકો માટે 7.10થી 7.60 ટકાની વચ્ચે છે.
ઘરેથી અપ્લાય કરી શકાશે, આ છે નિયમ
કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે SBIએ તેના હોમ લોન ગ્રાહકો માટે બીજી સુવિધા શરૂ કરી છે. જ્યાં ગ્રાહકોને બેંકમાં ગયા વગર જ ઘરે બેઠા હોમ લોનની તમામ પ્રક્રિયા તેમની એપ પર જ સંપૂર્ણ કરી શકે છે. આ સેવાઓમાં રોકડ લેવડ-દેવડ, રોકડ રકમ લેવી, ચેક આપવો, ડ્રાફ્ટની ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઈઝની ડિલિવરી, લાઈફ સર્ટિફિકેટ અને KYC ડોક્યુમેન્ટ્સ આપવા જેવી સુવિધાઓ સામેલ છે. આ સુવિધા અંતર્ગત હવે ગ્રાહકોને ઘરે બેઠા જ ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ મળશે.
પંજાબ નેશનલ બેંકમાંથી લોન લેવી સસ્તી થઈ
દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) તેના ગ્રાહકો માટે ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર (Festival Bonanza Offer) લઈને આવી છે. તેના અંતર્ગત લોન લેના પર અપફ્રન્ટ, પ્રોસેસિંગ ચાર્જ, અને ડોક્યુમેન્ટ ચાર્જ લેવામાં આવશે નહીં. PNBની તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર અંતર્ગત બેંક ઘણા મોટા રિટેલ પ્રોડક્ટ જેમ કે, હોમ લોન, કાર લોન વગેરે પર તમામ પ્રકારના અપફ્રન્ટ, પ્રોસેસિંગ ચાર્જ અને ડોક્યુમેન્ટ ચાર્જ તમારી પાસેથી વસૂલશે નહીં. ગ્રાહકો PNBની દેશભરમાં 10,897 બ્રાંચ અથવા ડિજિટલ ચેનલ દ્વારા આ ઓફરનો લાભ 31 ડિસેમ્બર 2020 સુધી લઈ શકે છે.
UBI અને UCOએ પણ લોન સસ્તી કરી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) અને યુકો બેંક (UCO)એ પસંદગીના સમયગાળાના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેનાથી નવી લોન લેવી સસ્તી થશે તેમજ વર્તમાન ગ્રાહકોની હોમ લોન, ઓટો લોનની EMI પણ ઓછી થઈ જશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેના MCLRમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર શુક્રવારથી લાગુ થઈ ગયા છે. ગુરુવારે બેંકના જણાવ્યા પ્રમાણે, એક વર્ષના સમયગાળાની લોન પર MCLR 7.25 ટકા ઘટીને 7.20 ટકા કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે એક દિવસ અને એક મહિનાની અવધિની લોનના વ્યાજ દર ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યો.
તેમજ યુકો બેંકે પણ MCLRમાં 0.50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે તેના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, એક વર્ષની અવધિવાળી લોન પર આ દર 7.40 ટકાથી ઘટીને 7.35 ટકા થઈ ગયો છે. આ ઘટાડો અન્ય તમામ અવધિની લોન પર સમાન રીતે લાગુ થશે.
BoM અને IOBએ પણ ઘટાડો કર્યો છે
આ સપ્તાહમાં જ સરકારી ક્ષેત્રની બે બેંકો, બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)એ તેમની પસંદગીની અવધિના MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.