• Home
  • Utility
  • Oriental Bank of Commerce reduced MCLR rate, home loan and car loan EMI will decrease

રાહત / ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે MCLR રેટ ઘટાડ્યો, હોમ લોન અને કાર લોનની EMI ઘટશે

Oriental Bank of Commerce reduced MCLR rate, home loan and car loan EMI will decrease

Divyabhaskar.com

Jun 12, 2019, 03:59 PM IST

યુટિલિટી ડેસ્કઃ RBI તરફથી રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સરકારી સરકારી ક્ષેત્રની બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)એ પોતાનો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) દર ઘટાડી દીધો છે. OBCએ MCLRમાં વિવિધ સમયગાળા માટે વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો મંગળવારથી અમલમાં આવી ચૂક્યો છે.


આ નવા દરો છે
OBC દ્વારા બજાર નિયમનકારને આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે, MCLRના દરમાં 0.10%નો ઘટાડો 11 જૂન 2019થી અમલી બન્યો છે. એક મહિનાના સમયગાળાની લોન માટે MCLR રેટ 0.10 % ઘટ્યો છે અને તે 8.45%થી ઘટીને 8.35% થયો છે.
3 મહિનાની મુદતવાળી લોન માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેનો દર 8.50% જ રહ્યો છે. 6 મહિના સુધીની લોનનો MCLR રેટ 0.10%થી ઘટીને 8.70%નો 8.60% થઈ ગયો છે. એક વર્ષના સમયગાળા માટે નવો દર 0.05%ના ઘટાડા પછી 8.70% થઈ ગયો છે.

X
Oriental Bank of Commerce reduced MCLR rate, home loan and car loan EMI will decrease
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી