તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Organs Of 70% Of Patients With Long Covid Are Being Damaged, Affecting The Quality Of Life Of The Person.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:લોન્ગ કોવિડના 70% દર્દીઓના ઓર્ગન્સ ડેમેજ થઈ રહ્યા છે, વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઇફને અસર પહોંચી રહી છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના યુવાનો અને સ્વસ્થ લોકોના ઓર્ગન્સ અર્થાત અંગો પણ ડેમેજ કરી રહ્યો છે. તાજેતરમાં થયેલી એક સ્ટડીમાં તેના પ્રમાણ મળ્યા છે. સ્ટડી પ્રમાણે, લૉ રિસ્ક ગ્રૂપવાળા દર્દીઓમાં સંક્રમણના 4 મહિના બાદ તેમના ઓર્ગન્સ ડેમેજ થતા જોવા મળ્યા. સ્ટડી પરથી એ લક્ષણો વિશે પણ જાણવાં મળ્યું, જે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યાં. તેને જ લોન્ગ કોવિડ કહેવાય છે.



સ્ટડીમાં શું જાણવા મળ્યું?

સ્ટડીમાં સામેલ પહેલાં 200 લોકોના પ્રારંભિક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, 70% દર્દીઓમાં એક અથવા એકથી વધારે ઓર્ગન્સને નુક્સાન થયું છે. તેમાં હાર્ટ, ફેફસાં, લિવર અને સ્વાદુપિંડ સામેલ છે.



કેવી રીતે કરવામાં આવી સ્ટડી?

આ સ્ટડી કવર-સ્કેને કરી છે. તેમાં કોરોનાના ઓછા રિસ્કવાળા ગ્રૂપ (યુવાનો અને સ્વસ્થ લોકો)ના 500 લોકોના ઓર્ગન હેલ્થની તપાસ કરવામાં આવી, જેમાં કોરોનાના લક્ષણો જોવાં મળ્યાં. તેના માટે MRI સ્કેન, બ્લડ ટેસ્ટ સહિત અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



25% લોકોમાં કોરોનાથી 2 અથવા તેનાથી વધુ ઓર્ગન્સ પ્રભાવિત થયા

યુનિવર્સિટી કોલજ લંડનમાં ક્લિનિકલ ડેટા સાયન્સના એસોસિએટ પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અમિતાભ બેનર્જીનું કહેવું છે કે, સ્ટડીમાં એક સારા સમાચાર એ છે કે ઓર્ગન્સમાં ડેમેજ સામાન્ય છે. આશરે 25% લોકોમાં કોરોનાથી 2 અથવા તેનાથી વધુ ઓર્ગન્સ પ્રભાવિત થયા છે. હાલ એ જાણવું જરૂરી છે કે શું ઓર્ગન્સ ડેમેજ આગળ પણ રહેશે કે નહીં.



કેટલાક કેસમાં લક્ષણો અને ડેમેજ સાઈટ વચ્ચે એક કોરિલેશન જોવા મળ્યું. તેને એ રીતે સમજો કે પેન્ક્રિયાઝ અને શ્વાસની તકલીફ સાથે ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ લક્ષણ અને હૃદય અથવા ફેફસાંના ડેમેજ સાથે જોડાયેલા છે. જોકે, આ સ્ટડીનો પીયર રિવ્યૂ હજુ થયો નથી. તેથી સ્ટડીમાં સામેલ લોકોનું મોનિટરિંગ હજુ પણ ચાલુ છે.

લોન્ગ કોવિડ શું છે?


લોન્ગ કોવિડની કોઈ મેડિકલ વ્યાખ્યા નથી અથવા લક્ષણોનું લિસ્ટ નથી. જે દર્દી કોવિડ-19 નેગેટિવ થઈ જાય, તેમને મહિનાઓ બાદ પણ સમસ્યા થઈ રહી છે. કોવિડ-19થી સાજા થયા બાદ પણ લક્ષણો લોન્ગ ટર્મ અનુભવ જ લોન્ગ કોવિડ છે.



લોન્ગ કોવિડનો સામનો કરી રહેલા બે લોકોના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. પરંતુ કોમન લક્ષણ થાક છે. ડિપ્રેશન, એન્ક્ઝાઈટી, અને સ્પષ્ટ વિચારસરણી માટે મુશ્કેલી જેવી મેન્ટલ હેલ્થ સમસ્યા પણ સામે આવી રહી છે. આ મુશ્કેલીઓ કોઈપણ વ્યક્તિની ક્લોવિટી ઓફ લાઈફ ખરાબ કરી શકે છે.



પહેલી વખત આ શબ્દનો ઉપયોગ ક્યારે થયો?

લોન્ગ કોવિડ શબ્દનો ઉપયોગ પહેલી વખત એલિસા પેરેગો (યુનિવર્સિટી કોલેજ લંડનની રિસર્ચ એસોસિએટ)એ મે 2020માં તેમના કોવિડ 19 અનુભવ શેર કરતા કર્યો હતો.


એક્સપર્ટ્સનું શું કહેવું છે?



સ્ટડીની બાબતો આગળ વધવાની રીત છે


ઇમ્પિરિયલ કોલેજ લંડનના ઈમ્યુનોલોજીના પ્રોફેસર ડેની ઓલ્ટમેનના જણાવ્યા પ્રમાણે, લોન્ગ કોવિડને ગંભીરતા લેવો જોઈએ. ઓર્ગન્સને બચાવવા માટે શું હોઈ શકે છે, તે વિશે કંઈક જાણવું જોઈએ. તેથી સ્ટડીના આધાર પર જે બાબતો એકત્રિત કરવાનું શરૂ કરવું જ આગળ વધવાની રીત છે.


 લોન્ગ કોવિડથી ડરવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે
AIIMS દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓને લોન્ગ કોવિડથી ડરવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, ઘણી સમસ્યાઓ દર્દીને આગળ જઈને અસર કરી શકે છે. તેથી કોરોનાથી બચવા માટે જરૂરી સાવધાનીઓનું ધ્યાન રાખવું. એવું ક્યારેય ન વિચારવું કે કોરોનાથી આગળ કોઈ અસર નહીં થાય.



થાક અને એન્ક્ઝાઈટી જેવી સમસ્યા ઘણા મહિનાઓ સુધી રહે છે

ઉમા કહે છે કે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓમાં હાર્ટ, લંગ, રેસ્પિરેટરી, આર્થ્રરાઈટિસ, જોઈન્ટ્સ પેન, સ્ટ્રોક જેવી સમસ્યા આગળ પણ રહે છે. કેટલાક દર્દીઓમાં થાક, અને એન્ક્ઝાઈટી જેવી સમસ્યા ઘણા મહિનાઓ સુધી રહે છે.

કોરોનાથી સાજા થનારા દર્દીઓએ નેગેટિવિટીથી દૂર અને રીક્રિએશન સંબંધિત એક્ટિવિટી કરવી જોઈએ. સારું ડાયટ અને સારી ઊંઘ પણ જરૂરી છે.

લાંબા સમય સુધી કોરોનાનાં લક્ષણો મગજને અસર પહોંચાડે છે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થના જણાવ્યા અનુસાર, જે લોકોમાં લાંબા સમયથી કોરોનાનાં લક્ષણો જોવા મળે છે એવા લોકો પર ખૂબ જ ખરાબ માનસિક અસર થઈ શકે છે. તેમને વધુ સારી સહાયની જરૂર છે અને હેલ્થકેર સ્ટાફને વધુ માહિતી પ્રદાન કરવાની જરૂર છે.

લોન્ગ કોવિડ એક સિન્ડ્રોમ નહીં પણ ચાર અલગ-અલગ સિન્ડ્રોમ છે
યુકેના વૈજ્ઞાનિક અને ડોક્ટર્સે ગ્લોબલ કમ્યુનિટીને ચેતવણી આપતાં કહ્યું કે, લોન્ગ કોવિડ પર પણ ફોકસ કરો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ તેની પર વિચારણા કરવાનું શરૂ કરી દીધું છે. યુકેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR)ના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોન્ગ કોવિડ એ કોઈ એક સિન્ડ્રોમ નથી, પરંતુ ચાર અલગ સિન્ડ્રોમ છે.

કેટલા દર્દીઓને લોન્ગ કોવિડ થઈ રહ્યો છે?
બ્રિટનમાં કોરોનાના 40 હજાર દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાંના 20% લોકોએ કહ્યું કે ચેપના 1 મહિના પછી પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યા નથી. 190 દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો 8થી 10 અઠવાડિયા સુધી સતત રહે છે. ૧૦૦ દર્દીઓએ જણાવ્યું કે, ચેપના 10 અઠવાડિયા પછી પણ તેઓ હેરાન થયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો