• Gujarati News
  • Utility
  • Opportunity To Watch Cheap Movies, This Bank Is Giving 50% Discount On Booking Tickets With Credit Card

ઓફર:સસ્તામાં મૂવી જોવાની તક, ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુક કરવા પર આ બેંક 50%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનેમા હોલ, બેંક, બુકિંગ એપ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફર્સ આપી રહી છે
  • ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુક કરવા પર 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

લાંબા સમયથી થિયેટરમાં ફિલ્મ જોવાની રાહ જોઈ રહેલા દર્શકો, સિનેમા હોલ ખુલતા જ મોટી સંખ્યા લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફિલ્મ જોવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ ફિલ્મ જોવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે જ છે. હવે તમે રસ્તામાં મૂવી ટિકિટ ખરીદી શકો છો. જો કે હજી પણ લોકો મહામારીના કારણે થિયેટરમાં જવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં સિનેમા હોલ, બેંક, બુકિંગ એપ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફર્સ આપી રહી છે.

આ બેંક આપી રહી છે જોરદાર ઓફર
દેશની 7મી સૌથી મોટી સરકારી બેંક ‘ઈન્ડિયન બેંક’તેના ગ્રાહકોને શાનદાર ઓફર આપી રહી છે. મૂવી ટિકિટની ખરીદી પર બેંકની તરફથી 50%ની જબરદસ્ત ઓફર આપવામાં આવી રહી છે. જો તમે ઈન્ડિયન બેંકના ગ્રાહક છો તો તમે ક્રેડિટ કાર્ડથી બુક માય શો દ્વારા ટિકિટ બુક કરવા પર 50 ટકાનું બંપર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જાણો તેના માટે બેંકના શું નિયમ અને શરતો છે.

ઓફરનો લાભ ઉઠાવવા માટે આ રહી શરતો

  • તેના માટે તમારી પાસે Indian Bankનું RuPay ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ.
  • તમારે 'Book My Show' પર જઈને મૂવી ટિકિટ બુક કરવી પડશે.
  • ઓફરના અંતર્ગત તમે દર મહિને એક કાર્ડથી એક જ વખત લાભ ઉઠાવી શકો છો.
  • ટિકિટના બુકિંગ પર તમને 50 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
  • જો કે, તમે એક વખતમાં મહત્તમ 250 રૂપિયાનું જ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો.
  • આ ઓફર આ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2021 સુધી વેલિડ છે.

લાંબા સમયથી બંધ હતા સિનેમા હોલ
કોરોનાવાઈરસ સંક્રમણ ઓછું થવાની સાથે જ જીવન હવે પાટા પર પરત ફરી રહ્યું છે. જો કે, એવું બિલકુલ નથી કે હવે આપણા દેશમાં મહામારીનું કોઈ જોખમ નથી, પરંતુ તેમ છતાં લોકો આ વાઈરસની સાથે જીવતા શીખી રહ્યા છે. સરકારે પણ સામાન્ય જીવન અને દેશની અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

આ ક્રમમાં હવે સરકારે જરૂરી માર્ગદર્શિકા સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ, ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં જવાની સાથે, દર્શકોએ કોવિડના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. લાંબા સમયથી બંધ સિનેમા હોલ શરૂ થયા બાદ દર્શકો પણ ફિલ્મ જોવા માટે થિયેટર તરફ વળ્યા છે.