તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Opportunity To Invest In Sovereign Gold Bonds Again From Today; 4732 For 1 Gram Of Gold

રોકાણ:આજથી ફરી સૉવરેન ગોલ્ડ બોન્ડમાં પૈસા રોકવાની તક; 4732 રૂપિયામાં મળશે 1 ગ્રામ સોનું

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની છઠ્ઠી સિરીઝનું વેચાણ આજે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. RBI આ સિરીઝ હેઠળ 3 સપ્ટેમ્બર સુધી વેચાણ ચાલુ રાખશે. સરકારે તેના માટે 1 ગ્રામ સોનાનો ભાવ 4732 રૂપિયા નક્કી કર્યો છે. ઓનલાઈન અપ્લાય કરવા પર અને ડિજિટલ પેમેન્ટ પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. અર્થાત 10 ગ્રામ માટે તમારે માત્ર 46,820 રૂપિયા આપવા પડશે.

છેલ્લાં 6 વર્ષમાં 73%નું રિટર્ન આપ્યું
2015-16માં જ્યારે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ લોન્ચ થઈ હતી ત્યારે 1 ગ્રામ સોનાનો ભાવ 2684 રૂપિયા હતો. તેના પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું. અર્થાત તેનો ભાવ 2634 રૂપિયા હતો. સૉવરેન ગોલ્ડ બોન્ડની હાલ જે સિરીઝ શરૂ થઈ છે તેમાં 1 ગ્રામનો ભાવ 4732 રૂપિયા છે. 50 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે તેનો ભાવ 4682 રૂપિયા થાય છે. આ રીતે છેલ્લાં 6 વર્ષમાં આ સ્કીમથી 73%નું રિટર્ન મળે છે.

RBI આ બોન્ડ જાહેર કરે છે
RBI આ બોન્ડ ભારત સરકાર વતી તેને જાહેર કરે છે. RBIના જણાવ્યા અનુસાર, બોન્ડની કિંમત 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. સૉવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે SEBIના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ વેચ્યા બાદ રોકાણકારના ખાતામાં પૈસા જમા થાય છે.

ઈશ્યુ પ્રાઈઝ પર 2.50%નું વ્યાજ મળે છે
સૉવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. અર્થાત 47,320 રૂપિયાના રોકાણ પર દર વર્ષે તમને 1196 રૂપિયા અને 8 વર્ષે કુલ 10,464 રૂપિયાનું વ્યાજ મળે છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિયડ પછી તેનાથી થતા લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર 6 મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

1 ગ્રામથી 4 કિલો સુધીનું સોનું ખરીદી શકાય છે
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માગતા હો તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સૉવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહિ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડીમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને કોઈ ખર્ચો પણ નથી થતો.

આટલો ટેક્સ ભરવો પડશે
સૉવરેન 8 વર્ષના મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

આ રીતે ખરીદી શકાય છે

  • ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારે કોઈ બ્રોકરનાં માધ્યમથી ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું પડે છે.
  • તેમાં NSE પર અવેલેબલ ગોલ્ડ બોન્ડના યુનિટ તમે ખરીદી શકો છો. આ બોન્ડ જેટલા પૈસા તમારા ડીમેટ અકાઉન્ટ સાથે કનેક્ટેડ બેંક અકાઉન્ટમાંથી ડિપોઝિટ થાય છે.
  • પ્રથમ સિરીઝમાં રોકાણ કરી તમારા ડીમેટ અકાઉન્ટમાં 25 મેએ ગોલ્ડ બોન્ડ ડિપોઝિટ થઈ જાય છે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બૉન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

આ બોન્ડ તમામ બેંક, SHCL (સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ), માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ, NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ)નાં માધ્યમથી વેચી શકાય છે.

આ સ્કીમમાં રોકાણ કરવું કેટલું યોગ્ય?
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર અને CEO પંકજ મઠપાલ જણાવે છે કે, જો તમે રોકાણ કરવા માગતા હો તો આ યોગ્ય સમય છે કારણ કે કોરોના મહામારી દરમિયાન આગામી દિવસોમાં તે સારું રિટર્ન આપે છે. છેલ્લાં 10 વર્ષમાં ગોલ્ડે દર વર્ષે સરેરાશ 10થી 11%નું રિટર્ન આપ્યું છે. લાંબા સમયના રોકાણ માટે આ રોકાણ ફાયદાકારક સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...