• Gujarati News
  • Utility
  • Opportunity To Buy Cheap And Genuine Gold For Women Can Invest In Gold Bold During The Festive Season From October 25 To 29

મહિલાઓ માટે સસ્તું સોનુ ખરીદવાનો મોકો:ફેસ્ટિવ સીઝનમાં 25થી 29 ઓક્ટોબર સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ પણ પુરુષ કે મહિલા આ સ્કીમમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સોનામાં ઈન્વેસ્ટ કરી શકે છે

કરવાચોથ, ધનતેરસ અને દિવાળી નજીક આવી રહી છે. તહેવાર પર સોનુ ખરીદવાનો સારો મોકો મળે છે. આ સોનુ માર્કેટથી વ્યાજબી ભાવે પણ મળશે. જો કે, મહિલાઓ ઈચ્છે છે કે તેઓ સોનુ પણ ખરીદે અને આ સોનુ સુરક્ષિત પણ રહે. આવું વિચારતી મહિલાઓ માટે સરકારી ગોલ્ડ બોન્ડ સારો ઓપ્શન છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકારી ગોલ્ડ બોન્ડ 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી પાંચ દિવસોમાં ખરીદી શકાશે. આ ટોપિકમાં જાણીએ કે મહિલાઓ માટે ગોલ્ડ બોન્ડ કરેલું ફાયદાકારક છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે મહિલાઓનો ટ્રેન્ડ શું હોય છે...

સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એટલે શું? અને આ કેટલું ફાયદાકારક?
સરકાર તરફથી RBI દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ જાહેર કરવામાં છે. આ બોન્ડ સરકાર જાહેર કરે છે, આથી તેની સોવરેન ગેરંટી હોય છે. આ ઉપરાંત તેની કિંમત 999 શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક્ડ હોય છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો ફાયદો છે કે, તેમાં શરૂઆતના ઇન્વેસ્ટમેન્ટ પર વાર્ષિક 2.50%નું એક નિશ્ચિત વ્યાજ મળે છે. ઇન્વેસ્ટરના બેંક અકાઉન્ટમાં 6 મહિનાનું વ્યાજ જમા થાય છે. આ બોન્ડનો સમયગાળો 8 વર્ષ માટે હશે અને 5 વર્ષ પછી ઉપાડવાનો ઓપ્શન પણ મળશે. ગોલ્ડ બોન્ડ મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી હોય છે. સરકાર જાહેર કરતી હોવાથી તેમાં ડિફોલ્ટનું પણ કોઈ જોખમ હોતું નથી.

મહિલાઓ ઓનલાઇન પેમેન્ટ કરશે તો દર 10 ગ્રામ સોના પર 500 રૂપિયાની છૂટ મળશે
પુરુષ કે મહિલા દરેક પ્રકારના ઇન્વેસ્ટરને ઓનલાઈન અરજી અને ડિજિટલ પેમેન્ટમાં દર એક ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે એટલે કે 10 ગ્રામ સોના પર 500 રૂપિયાની બચત થઈ શકે છે. કોઈ પણ પુરુષ કે મહિલા આ સ્કીમમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સોનામાં ઈન્વેસ્ટ કરી શકે છે. ટ્રસ્ટ કે અન્ય કંપનીઓ માટે મેક્સિમમ લિમિટ 20 કિલો છે.

મહિલાઓ અહીંથી ગોલ્ડ બોન્ડ ખરીદી શકશે
આ બોન્ડ બેંક, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, પોસ્ટઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જના માધ્યમથી વેચવામાં આવશે.

દેશમાં 37% મહિલાઓએ ક્યારેય સોનુ ખરીદ્યું નથી, પણ ઈચ્છા રાખે છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 60% મહિલાઓ મહિલાઓ પાસે સોનુ આભૂષણના રૂપે હોય છે. સર્વેમાં અન્ય એક વસ્તુ ખબર પડી કે, ભારતની 37% મહિલાઓએ ક્યારેય સોનુ જ ખરીદ્યું નથી, પણ તેઓ ભવિષ્યમાં જ્વેલરી ખરીદવાની ઈચ્છા ધરાવે છે. આ સર્વે ભારત, ચીન અને અમેરિકાના આશરે 6000 ગ્રાહકો પર કરવામાં આવ્યો હતો, તેમાં 2000 મહિલાઓ હતી.

25% મહિલાઓએ પીળી ધાતુમાં રોકાણ કર્યું
બેંગ્લુરુ સ્થિત ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના એક સર્વે પ્રમાણે, હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ મામલે ગોલ્ડ બધાની ચોઈસ છે. 25% મહિલાઓએ સોનામાં રોકાણ કર્યું. 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક કમાણી કરતી આશરે 40% મહિલાઓનો રસ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં વધ્યો છે.