ભરતી / સિવિલ એન્જિનિયર્સ માટે તક, મ્યુનિ.ના એસ્ટેટ વિભાગમાં 37 જગ્યાઓ ભરાશે

Opportunity for civil engineers to fill 37 vacancies in the Estate Department of Municipality

  • ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની 4, આસિ. એસ્ટેટ ઓફિસરની 7 જગ્યા 
  • ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 

Divyabhaskar.com

Aug 11, 2019, 10:09 AM IST

યુટિલિટી ડેસ્કઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ ખાતામાં અલગ અલગ 37 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર (ટીડીઓ)ની 4, આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર/ટીડીઓની 7, એસ્ટેટ ઇન્સ્પેક્ટરની 26 જગ્યા માટે ઓનલાઇન અરજી મગાવાઈ છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તે અરજીઓ રદ કરાશે. ભરતીની વિસ્તૃત જાણકારી કોર્પોરેશનની વેબસાઇટ પર મળી રહેશે.

કઈ જગ્યાઓ માટે કેટલી શૈક્ષણિક અને વય લાયકાત?

ડે. એસ્ટેટ ઓફિસર/ટીડીઓ: 4 જગ્યા.

શૈક્ષણિક લાયકાત: સિવિલ એન્જિનિયરનો ત્રણ વર્ષનો અનુભવ, ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય તો દસ વર્ષનો અનુભવ.

વય મર્યાદા: વધુમાં વધુ 45 વર્ષ સિવાય કે મ્યુનિ.માં નોકરી કરતા હોય.

આસિ. એસ્ટેટ ઓફિસર/ટીડીઓ: 7 જગ્યા, જેમાં બિન અનામતની 3, અનુ.જાતિની 1, અનુ. જનજાતિની 1.

શૈક્ષણિક લાયકાત: બીઈ અથવા ડિપ્લોમા હોલ્ડર તરીકે 10 વર્ષનો અનુભવ.

વય મર્યાદા: વધુમાં વધુ 45 વર્ષ સિવાય કે મ્યુનિસિપલમાં નોકરી કરતા હોય.

એસ્ટેટ ઇન્સ્પેક્ટર: 26 જગ્યા, જેમાં બિન અનામતની 12, આ.ન.વની 2, સા.શૈ.પ.વ.ની 6, અનુ. જાતિની 1, અનુ. જનજાતિની 5.

શૈક્ષણિક લાયકાત: બીઈ (સિવિલ)

વય મર્યાદા: 45 વર્ષ સિવાય કે મ્યુનિ.માં નોકરી કરતા હોય.

X
Opportunity for civil engineers to fill 37 vacancies in the Estate Department of Municipality
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી