તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Oppo Launches A54 5G Phone, Will Get 4 GB RAM With 4 Cameras; Will Launch In India Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5G સ્માર્ટફોન:ઓપો A54માં 4 કેમેરા અને 4GB રેમ મળશે, નેટવર્ક ઓછું હશે તો પણ યુઝર્સ બફરિંગ વગર વીડિયો ગેમ રમી શકશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોનમાં બેટરી 5000mAh છે - Divya Bhaskar
ફોનમાં બેટરી 5000mAh છે
  • કંપનીએ દાવો કર્યો છે, ફોન માત્ર 15 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે
  • સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે

ઓપોએ પોતાનો નવો સ્માર્ટફોન A54 5G યુરોપના માર્કેટમાં લોન્ચ કર્યો છે. આની પહેલાં A સિરીઝમાં A75 5G અને A94 5G ફોન લોન્ચ કર્યા છે. હવે A54 5G ફોન ભારતીય માર્કેટમાં પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર આપ્યું છે. કંપનીનો દાવો છે કે, નેટવર્ક ઓછું હશે તો પણ કોઈ બફરિંગ વગર વીડિયો ગેમ રમી શકાશે.

ઓપો A54 5Gની કિંમત
ઓપો A54 5Gના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત આશરે 19,499 રૂપિયા છે. તેમાં પર્પલ અને ફ્લુઈડ બ્લેકનો કલર ઓપ્શન મળશે.

ઓપો A54 5Gનાં સ્પેસિફિકેશન

  • તેમાં 6.5 ઇંચ (1080x2400 પિક્સલ) ડિસ્પ્લે આપી છે. એટલે કે 1080p રેઝોલ્યુશન ક્વોલિટીવાળા વીડિયો એકદમ ક્લિયર દેખાશે.
  • ડિસ્પ્લે રીફ્રેશ રેટ 90Hz છે. જ્યારે તમે ગેમ રમશો ત્યારે તમારો એક્સપીરિયન્સ સારો રહેશે.
  • 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. વધારે સ્ટોરેજ માટે તેમાં મેમરી કાર્ડ અલગથી એડ કઈ શકો છો.
  • સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ અને બેકમાં ચાર કેમેરા છે તે 48+8+2+2 MPના છે.
  • બેટરી 5000mAhની છે, યુઝર્સ આશરે 10 કલાક સુધી આરામથી ફોન યુઝ કરી શકશે.
  • 10W ફાસ્ટ ચાર્જિંગ મળશે, ફોન 15 મિનિટમાં જ ચાર્જ થઇ જશે.
  • વાઈ-ફાઈ અને બ્લુટૂથ V 5.1 છે, તેનાથી હેડફોન અને સ્પીકર કનેક્ટ કરી શકાશે.
  • થોડા અંતરે એક ડિવાઈસથી બીજા ડિવાઈસમાં ડેટા શેર કરી શકાશે.
  • સાઈડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, તેનાથી એક જ ટચમાં ડિવાઈસ અનલોક થઈ જશે.
  • 3.5 mm હેડફોન જેક અને એક ટાઈપ-C USB પોર્ટ છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો