• Gujarati News
  • Utility
  • Open Your Own Amul Parlor By Investing 2 Lakh Rupees, You Will Earn Millions Of Rupees; Learn Full Details About It

અમૂલ આપે છે સોનેરી તક:2 લાખ રૂપિયાનું રોકાણ કરીને તમારું પોતાનું અમૂલ પાર્લર ખોલો, લાખો રૂપિયાની કમાણી થશે; જાણો એના વિશે સંપૂર્ણ વિગતો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂલ બે પ્રકારનાં પાર્લર ઓફર કરે છે, પ્રથમ અમૂલ પ્રિફર્ડ આઉટલેટ અને બીજું અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર

અમૂલ દેશની અગ્રણી બ્રાન્ડ છે. એને 75 વર્ષ પૂરાં થઈ ગયાં છે. એના બિઝનેસ મોડલને એના સેક્ટરમાં સૌથી સારું માનવામાં આવે છે. જે લોકો અમૂલની સાથે જોડાઈને પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમને અમૂલ ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. એમાં લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે, પરંતુ કમાણી કેટલી થશે એ પ્રોડક્ટ સેલિંગ પર આધાર રાખશે. આવી સ્થિતિમાં જો તમે પણ અમૂલની સાથે નવો બિઝનેસ શરૂ કરવા માગો છો તો અમે તમને અહીં અમૂલ ફ્રેન્ચાઇઝી લેવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

પહેલા અમૂલ પાર્લર સમજો
અમૂલ પાર્લર એક્સક્લૂઝિવ અમૂલ આઉટલેટ હોય છે, જ્યાં તેમની પ્રોડક્ટની બધી રેન્જ ઉપલબ્ધ હોય છે. એ 100 ચોરસ ફૂટ કરતાં મોટી જગ્યામાં થાય છે. આઉટલેટના ફોર્મેટ પ્રમાણે એનું ઈન્ટીરિયર કરવા અને બીજા ઈક્વિપમેન્ટ લગાવવામાં 2 લાખ રૂપિયાથી લઈને 6.0 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. અમૂલના હોલસેલ ડીલર પાર્લરમાં સ્ટોકનો સપ્લાય કરે છે અને ફ્રેન્ચાઇઝીને પ્રોડક્ટ વેચવા પર રિટેલ માર્જિન મળે છે.

રિટેલ માર્જિન અલગ-અલગ પ્રોડક્ટ પર અલગ અલગ હોય છે. સંપૂર્ણ રિટેલ માર્જિન પાર્લર માલિકના ખિસ્સામાં જાય છે, કારણ કે તેણે અમૂલને કોઈ રોયલ્ટી અથવા આવક ચૂકવવાની નથી હોતી. પાર્લરના લોકેશનના આધાર પર મહિનાનું સેલ્સ ટર્નઓવર 5 લાખથી 10 લાખ રૂપિયા હોઈ શકે છે.

બે પ્રકારનાં પાર્લર ઓફર કરે છે અમૂલ
અમૂલ બે પ્રકારનાં પાર્લર ઓફર કરે છે. પ્રથમ અમૂલ પ્રિફર્ડ આઉટલેટ અને બીજું અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર

1. અમૂલ પ્રિફર્ડ આઉટલેટ
અમૂલ પ્રિફર્ડ આઉટલેટ માટે તમારી પાસે 100-150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. આઉટલેટ ઓપન કરવામાં લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. 2 લાખ રૂપિયામાંથી 25,000 રૂપિયા બ્રાન્ડ સિક્યોરિટીમાં જતા રહે છે. રિનોવેશનમાં લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને ઈક્વિપમેન્ટ પર લગભગ 70,000 રૂપિયાનો ખર્ચ આવે છે.

કેટલી કમાણી થશેઃ કમાણીની વાત કરીએ તો પાઉચ મિલ્ક પર 2.5% રિટર્ન મળે છે. મિલ્ક પ્રોડક્ટ પર 10% અને આઇસક્રીમ પર 20% માર્જિન મળે છે. સેલ્સ ટાર્ગેટ અચીવ કરવા પર કંપનીની તરફથી સ્પેશિયલ ઈન્સેન્ટિવનો ફાયદો અલગથી મળે છે, એટલે કે જો તમારું વેચાણ સારું હોય તો લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે.

અમૂલ પ્રિફર્ડ આઉટલેટ 100-150 ચોરસ ફૂટની જગ્યામાં ખોલી શકાય છે.
અમૂલ પ્રિફર્ડ આઉટલેટ 100-150 ચોરસ ફૂટની જગ્યામાં ખોલી શકાય છે.

2. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર
અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે તમારી પાસે 300 ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યા હોવી જોઈએ. સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી ઓપન કરવામાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. સિક્યોરિટી માટે 50,000 રૂપિયા ડિપોઝિટ કરવાના હોય છે. રિનોવેશન પર લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ આવશે અને લગભગ 1.5 લાખ રૂપિયા ઈક્વિપમેન્ટ પર ખર્ચ થાય છે. ઈક્વિપમેન્ટ સપોર્ટ પર્ચેસ અમાઉન્ટનો ફાયદો લેવા માટે તમામ વિઝીકૂલર અને ડીપ ફ્રીઝર અમૂલ બ્રાન્ડેડ હોવાં જોઈએ.

કમાણી કેટલી થશેઃ રેસિપી બેસ્ડ આઇસક્રીમ સ્કૂપ્સ/ફ્લોટ્સ/શેક્સ/બેક્ડ પિત્ઝા/સેન્ડવિચ/ચીઝ સ્લાઈસ બર્ગર/ગાર્લિક બ્રેડ/હૉટ ચોકલેટ ડ્રિંક (અમૂલ પ્રો) પર લગભગ 50%નું માર્જિન મળે છે. પહેલાંથી જ પેક કરવામાં આવેલી આઇસક્રીમ પર માર્જિન લગભગ 20% છે. અન્ય પ્રોડક્ટ્સ પર માર્જિન 10% છે. સેલ્સ ટાર્ગેટ પૂરો કરવા પર સ્પેશિયલ ઈન્સેન્ટિવનો ફાયદો અલગથી મળે છે. સારા સેલિંગ પર લાખો રૂપિયાની આવક થઈ શકે છે.

સ્કૂપિંગ પાર્લરને ફ્રેન્ચાઇઝી કરવા માટે તમારી પાસે 300 ચોરસફૂટથી વધુ જગ્યા હોવી જોઈએ
સ્કૂપિંગ પાર્લરને ફ્રેન્ચાઇઝી કરવા માટે તમારી પાસે 300 ચોરસફૂટથી વધુ જગ્યા હોવી જોઈએ

ફ્રેન્ચાઇઝી કેવી રીતે મળશે?
અમૂલ પ્રિફર્ડ આઉટલેટ અથવા આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરને ઓપન કરવા માટે સોમવારથી શનિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 022-68526666 નંબર પર કોલ કરવો પડશે. retail@amul.coop પર ફ્રેન્ચાઇઝીની માહિતી માટે મેલ પણ કરી શકાય છે. જગ્યા અને બાકીની વસ્તુઓ ફાઈનલ થયા બાદ તમારે GCMMF Ltd.ના નામથી ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવી પડશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે સિક્યોરિટી ડિપોઝિટ RTGS અથવા NEFT દ્વારા લેવામાં આવતી નથી.