તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBIની સર્વિસ:ઘરે બેઠા SBIમાં ખોલાવો તમારા બાળકનું સેવિંગ અકાઉન્ટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • SBIએ પહેલા કદમ અને પહેલી ઉડાન નામથી સેવિંગ અકાઉન્ટ ખોલાવવાની સુવિધા ઓનલાઈન શરૂ કરી
 • આ અકાઉન્ટમાં બાળકો માટે દરરોજ પૈસા ઉપાડવાની લિમિટ પણ નક્કી કરવામાં આવી

જો તમે તમારા બાળકનું ઓનલાઈન અકાઉન્ટ ખોલાવવા માગો છો તો દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) તમારા માટે આ સુવિધા લઈને આવી છે. SBIએ માઈનર માટે પહેલા કદમ અને પહેલી ઉડાન નામથી સેવિંગ અકાઉન્ટ ખોલાવવાની સુવિધા ઓનલાઈન શરૂ કરી છે. તે સાથે જ આ અકાઉન્ટમાં બાળકો માટે દરરોજ પૈસા ઉપાડવાની લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. જાણો કેવી રીતે અકાઉન્ટ ખોલાવવું અને તેના ફાયદા...

1. પહેલા કદમ સેવિંગ અકાઉન્ટ

 • આ અકાઉન્ટ અંતર્ગત કોઈપણ વયના સગીર બાળકો સાથે માતાપિતા અથવા ગાર્ડિયન જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકે છે.
 • તેને માતાપિતા અથવા ગાર્ડિયન અથવા બાળક જાતે પણ ઓપરેટ કરી શકે છે.

પહેલા કદમ સેવિંગ અકાઉન્ટના ફાયદા

 • આ અકાઉન્ટ પર મોબાઈલ બેંકિંગ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં તમામ પ્રકારના બિલનું પેમેન્ટ કરી શકાય છે. તેમાં 2,000 રૂપિયા સુધી દરરોજ ટ્રાન્ઝેક્શન કરવાની લિમિટ છે.
 • બાળકોના નામથી બેંક અકાઉન્ટ ખોલાવા પર ATM ડેબિટ કાર્ડની સુવિધા પણ મળે છે. આ કાર્ડ સગીર અને વાલીના નામથી જારી કરવામાં આવશે. તેમાં 5,000 રૂપિયા સુધી ઉપાડી શકાય છે.
 • ઈન્ટરનેટ બેંકિંગ સુવિધામાં દરરોજ 5,000 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન કરવાની લિમિટ છે. તેનાથી તમે તમામ પ્રકારના બિલ જમા કરાવી શકો છો.
 • માતા પિતા માટે પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે.

2. પહેલી ઉડાન સેવિંગ અકાઉન્ટ​​​​​​​

 • આ અકાઉન્ટને 10 વર્ષથી વધુની ઉંમરના બાળકો જે પોતાની સાઇન કરી શકે છે તેઓ પહેલી ઉડાન અંતર્ગત અકાઉન્ટ ખોલાવી શકે છે.
 • આ અકાઉન્ટ સંપૂર્ણ રીતે સગીરના નામે હશે.
 • તેઓ એકલા ઓપરેટ કરી શકે છે.

સુવિધા

 • તેમાં પણ ATM ડેબિટ કાર્ડ સુવિધા મળે છે અને દરરોજ 5,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકાય છે. તે સાથે જ મોબાઈલ બેંકિંગ સુવિધા પણ મળે છે. જેમાં દરરોજ 2000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે.
 • તે સાથે તમામ પ્રકારના પેમેન્ટ પણ કરી શકાય છે.
 • ઈન્ટરનેટ બેંકિંગ સુવિધામાં દરરોજ 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.
 • તેમાં ચેકબુકની તે જ સુવિધા મળે છે જે પહેલા કદમમાં મળે છે.
 • પહેલી ઉડાનમાં સગીરને ઓવર ડ્રાફ્ટની કોઈ સુવિધા મળતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો