આજે ભાઈબીજનો તહેવાર છે. બહેનના નામનું RD (રિકરિંગ ડિપોઝિટ) અકાઉન્ટ ઓપન કરાવી તમે બહેનને નાણાકીય સહાય કરી શકો છો. લોન્ગ ટર્મ માટે તમે મોટો ફંડ તૈયાર કરી શકો છો. તેનાથી બહેનની ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.
RD અકાઉન્ટ શું હોય છે?
રિકરિંગ ડિપોઝિટ અથવા RD મોટી બચતમાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંકની જેમ કરી શકો છો. એટલે કે તેમાં દર મહિને સેલરી થવા પર એક નિશ્ચિત રકમ ઉમેરતા રહેવું અને તેના મેચ્યોર થવા પર તમારા હાથમાં મોટી રકમ આવશે.
મેચ્યોરિટી પીરિયડ કેટલો રહે છે?
તેનો મેચ્યોરિટી પીરિયડ સામાન્ય રીતે 6 મહિનાથી 10 વર્ષનો હોય છે. જો કે, દેશની સૌથી મોટી બેંક SBIમાં તમારે મિનિમમ 1 વર્ષ માટે રોકાણ કરવું પડશે.
મિનિમમ કેટલી રકમમાં રોકાણ કરી શકાય?
આ RD સ્કિમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેનાથી વધુ 10 રૂપિયાની મલ્ટિપલ અમાઉન્ટમાં તમે કોઈપણ રકમ જમા કરી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ મર્યાદા નથી.
RD અકાઉન્ટ આ જગ્યાએ ઓપન થશે
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ્સ સ્કિમ છે. કોઈપણ વ્યક્તિ તેનું ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકે છે. તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકોમાં આ અકાઉન્ટ ખોલાવી શકાય છે.
1 વર્ષની RD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વ્યાજ દર(% માં) |
ઇન્ડસઇન્ડ બેંક | 6.00 |
પોસ્ટ ઓફિસ | 5.80 |
યસ બેંક | 5.75 |
IDFC ફર્સ્ટ ઈન્ડિયા | 5.50 |
SBI | 5.00 |
પંજાબ નેશનલ બેંક | 5.00 |
ICICI | 4.90 |
3 વર્ષની RD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વ્યાજ દર(% માં) |
યસ બેંક | 6.25 |
IDFC ફર્સ્ટ ઈન્ડિયા | 6.00 |
ઇન્ડસઇન્ડ બેંક | 6.00 |
પોસ્ટ ઓફિસ | 5.80 |
SBI | 5.30 |
ICICI | 5.15 |
પંજાબ નેશનલ બેંક | 5.00 |
5 વર્ષની RD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વ્યાજ દર(% માં) |
યસ બેંક | 6.50 |
IDFC ફર્સ્ટ ઈન્ડિયા | 6.00 |
પોસ્ટ ઓફિસ | 5.80 |
ઇન્ડસઇન્ડ બેંક | 5.50 |
SBI | 5.40 |
ICICI | 5.35 |
પંજાબ નેશનલ બેંક | 5.25 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.