તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Open A Zero Balance Savings Account And Get Interest Up To 7%, Account Can Be Opened In 5 Banks Including SBI And HDFC

સુવિધા:ઝીરો બેલેન્સ સેવિંગ અકાઉન્ટ ખોલો અને 7% સુધીનું વ્યાજ મેળવો, SBI અને HDFC સહિત 5 બેંકોમાં અકાઉન્ટ ખોલાવી શકાશે

દિલ્હી11 દિવસ પહેલા
  • SBI પણ ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે
  • IDFC ફર્સ્ટ બેંક ઝીરો બેલેન્સ સેવિંગ અકાઉન્ટ પર 7% સુધીનું વ્યાજ આપી રહી છે

જો તમે બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારે પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડશે કારણ કે, ઘણી બેંકોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા 10 હજાર રૂપિયા સુધીની હોય છે. આવી સ્થિતિમાં મિનિમમ બેલેન્સ જાળવવામાં થોડી મુશ્કેલી પડે છે. આ સમસ્યા પેદા ન થાય એ માટે તમે ઝીરો બેલેન્સ સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકો છો. અહીં તમને એવી બેંકો વિશે જણાવવામાં આવ્યું છે કે જેમાં તમે ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાવી શકો છો.

બેંકકેટલું વ્યાજ મળી રહ્યું છે?કઈ સુવિધાઓ મળશે?
IDFC ફર્સ્ટ6-7%આમાં તમને અનલિમિટેડ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનનો ફાયદો મળે છે. મોબાઇલ બેંકિંગ અને નેટવર્કિંગની સર્વિસિસ પણ ફ્રીમાં મળશે.
ઇન્ડસઇન્ડ બેંક4-6%અનલિમિટેડ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનનો ફાયદો મળે છે. આ ઉપરાંત, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગની ફ્રી સર્વિસ મળે છે.
કોટક મહિન્દ્રા4.00%આમાં તમને વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળશે, જેનો ઉપયોગ તમે ઓનલાઇન શોપિંગમાં કરી શકો છો. તેનો ઉપયોગ તમે ઓનલાઇન બિલ પેમેન્ટ માટે પણ કરી શકશો.
HDFC3-3.50%અહીં તમે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ અકાઉન્ટ ખોલાવી શ કો છો. તેમાં ATM કમ ડેબિટ કાર્ડ, પાસબુક, ડિપોઝિટ અને સાથે જ ચેકબુક, ઇ-મેલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે જેવી સર્વિસિસ પણ ફ્રીમાં મળશે. નેટબેંકિંગ, ફોન બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ વગેરે જેવી સર્વિસિસ પણ તમને ફ્રીમાં મળશે. દર મહિને 4 કેશ વિથડ્રોલની લિમિટ છે.
SBI2.70%બેંક તમને રૂપે ATM કમ ડેબિટ કાર્ડ આપશે, જેનાથી ATMમાંથી પૈસા ઉપાડી શકાશે. આ મહિનામાં, તમને SBIના ATM અથવા અન્ય બેંકોના ATMમાંથી 4 કેશ વિથડ્રોલ ફ્રીમાં કરવા મળશે.

ઝીરો બેલેન્સ સેવિંગ અકાઉન્ટ શું છે?
સામાન્ય બચત ખાતામાં તમારે ઓછામાં ઓછું 500થી 10,000 રૂપિયા સુધીનું મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. ઝીરો બેલેન્સ સેવિંગ્સ અકાઉન્ટ (BSBD)ને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ અકાઉ્ટ (BSBDA) કહેવામાં આવે છે. બેંકો સામાન્ય રીતે મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રાહકો પાસેથી દંડ વસૂલતી હોય છે. પરંતુ આ નિયમ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટને લાગુ પડતો નથી. આ બેંકોમાં મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ ઝંઝટ નથી રહેતી. જો કે, ઘણી બેંકો BSBDA પર સામાન્ય અકાઉન્ટની જેમ બધી સુવિધાઓ આપતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો