• Gujarati News
  • Utility
  • Open A PPF Account In The Name Of The Child This Diwali, It Will Create A Huge Fund For His Studies.

રોકાણ:આ દિવાળીએ બાળકના નામે PPF ખાતું ખોલાવો, તેનાથી તેના અભ્યાસ માટે એક મોટું ફંડ તૈયાર કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ દિવાળી પર જો તમે બાળકના નામ પર રોકાણ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) સ્કિમમાં રોકાણ કરી શકો છો. આ સ્કિમ અંતર્ગત અત્યારે 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં રોકાણ કરીને તમે સરળતાથી ફંડ તૈયાર કરી શકો છો. આજે અમે તમને આ સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે સરળતાથી મોટું ફંડ તૈયાર કરી શકો છે.

માતા-પિતા બાળકોના નામે અકાઉન્ટ ખોલાવી શકે છે
માતા-પિતા પોતાના નામે આ અકાઉન્ટ ખોલાવી શકે છે. તે ઉપરાંત સગીર વતી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પણ ખાતું ખોલાવી શકાય છે. સગીર બાળક 18 વર્ષનું થઈ જાય ત્યારબાદ અકાઉન્ટનું સ્ટેટસ માઈનરમાંથી મેજર કરવા માટે એપ્લિકેશન આપવી પડશે. ત્યારબાદ સગીર થઈ ગયેલું બાળક પોતાનું અકાઉન્ટ જાતે હેન્ડલ કરી શકે છે.

500 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકાય છે
PPF અકાઉન્ટ ખોલવા માટે ન્યૂનતમ રકમ 500 રૂપિયા છે. કોઈપણ નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા ડિપોઝિટ કરવાની જરૂર હોય છે, જ્યારે મહત્તમ રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા વાર્ષિક નક્કી કરવામાં આવી છે.

મેચ્યોરિટી બાદ 5-5 વર્ષ માટે એક્સટેન્શન મળશે
PPF અકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે, જો કે અવધિ પૂરી થાય તેના એક વર્ષની અંદર 5-5 વર્ષ માટે એક્સટેન્શન કરી શકાય છે. તેના માટે મેચ્યોરિટી પૂરી થયાના એક વર્ષ પહેલા વધારવી પડશે. એટલે કે તમે આ સ્કિમમાં ગમે તેટલા વર્ષો સુધી રોકાણ કરી શકો છો.

5 વર્ષનો લોક ઈન પિરિઅડ રહે છે
જો કે PPF અકાઉન્ટ ખોલ્યાના વર્ષ પછી 5 વર્ષ સુધી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાતા નથી. આ અવધિ પૂરી થયા બાદ ફોર્મ 2 ભરીને પૈસા ઉપાડી શકાશે. જો કે, 15 વર્ષ પહેલા પૈસા ઉપાડવા પર તમારા ફંડમાંથી 1% કાપવામાં આવશે.

તેના પર ટેક્સ છૂટનો લાભ મળે છે
PPF EEE કેટેગરીમાં આવે છે. એટલે કે યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત યોજનામાં રોકાણમાંથી મળતા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર પણ કોઈ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો. PPF ઈન્વેસ્ટમેન્ટ પર મળતા ઈન્ટરેસ્ટના દર ત્રણ મહિને બદલાય છે. PPF અકાઉન્ટને કોઈપણ કોર્ટ અથવા આદેશ દ્વારા દેવું અથવા અન્ય લાયબિલિટીના સમયે જપ્ત કરી શકાતું નથી

સરળતાથી મોટું ફંડ તૈયાર થશે
આ સ્કિમ દ્વારા જો તમે દર મહિને 1 હજાર રૂપિયા રોકાણ કરો છો તો તમને 15 વર્ષ બાદ 3 લાખ 18 હજાર રૂપિયા મળશે. તેમજ જો 2 હજાર રૂપિયા મહિને રોકાણ કરો છો તો તમને 15 વર્ષ બાદ 6 લાખ 37 હજાર રૂપિયા મળશે. અહીં જાણો તેમાં રોકાણ કરવા પર તમને કેટલો ફાયદો થશે.

દર મહિને કેટલું રોકાણ કરવા પર કેટલા પૈસા મળશે

રોકાણ (દર મહિને રૂ.માં)15 વર્ષ બાદ કેટલા રૂ. મળશે
1 હજાર3.20 લાખ
2 હજાર6.39 લાખ
3 હજાર9.59 લાખ
5 હજાર15.99 લાખ

નોંધઃ આ ટેબલ એક રફ અંદાજ તરીકે આપવામાં આવ્યું છે કેમ કે PPF પર મળતા વ્યાજની સમીક્ષા દર 3 મહિને થાય છે. તે ઉપરાંત અહીં જે ટેબલ આપવામાં આવ્યું છે તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવી છે.