તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Only A Fraction Of The Employer's Contribution Goes To The EPF, Thus Understanding The Whole Math.

કામની વાત:એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશનનો માત્ર એક ભાગ EPFમાં જાય છે, આ રીતે સમજો સંપૂર્ણ ગણિત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) સ્કિમ અંતર્ગત કર્મચારી અને એમ્પ્લોયર બંને સમાન કોન્ટ્રિબ્યુશન આપે છે. જો કે. એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશનનો એક જ ભાગ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં જાય છે.

નિયમ પ્રમાણે, EPFમાં કર્મચારી અને એમ્પ્લોયર માસિક વેતનના મૂળ 12% કોન્ટ્રિબ્યુટ કરે છે. મહિલાઓ પહેલાં ત્રણ વર્ષ માટ મૂળ માસિક વેતનના માત્ર 8% કોન્ટ્રિબ્યુશન કરવાનું પસંદ કરી શકે છે. 20 કરતાં ઓછા કર્મચારીઓવાળી સંસ્થાઓ માટે, આ દર 10% જેટલો હોઈ શકે છે.

જો તમારો મૂળ પગાર દર મહિને 30,000 છે, તો તમારે 3,600 કોન્ટ્રિબ્યુટ કરવું પડશે અને એમ્પ્લોયર સમાન રકમનું કોન્ટ્રિબ્યુશન આપશે. જો કે, એમ્પ્લોયર્સનું કોન્ટ્રીબ્યુશન સંપૂર્ણ રીતે ઈનવેસ્ટમેન્ટ ફંડમાં નહીં જાય. એમ્પ્લોયરે મૂળ પગારના આધારે કર્મચારી પેન્શન યોજનામાં 1,250 સુધી યોગદાન કરવું જોઈએ.

વિવિધ યોજનામાં પૈસા જાય છે
એમ્પ્લોયર દ્વારા કોન્ટ્રિબ્યુટ કરવામાં આવેલા પૈસા વિવિધ યોજનાઓમાં જાય છે. મૂળ વેતનના લગભગ 3.67% EPF અથવા રોકાણ માટે જાય છે, અને 8.33% કર્મચારી પેન્શન યોજના (EPF)માં જાય છે. આ નિયમ ત્યારે લાગુ થાય છે જ્યારે કર્મચારીનો મૂળ પગાર 15,000 હોય છે. જો તમારો માસિક પગાર વધારે છે તો તેને મર્યાદિત કરવામાં આવશે.

ધારો કે, જો તમારો મૂળ પગાર 30,000, રૂપિયા છે, તો EPF માટે એમ્પ્લોયરનું કોન્ટ્રિબ્યુશન દર મહિને 1,250 હશે. બાકીના 2,350 રૂપિયા EPFની તરફથી આવશે. પરંતુ જો તમારો મૂળ પગાર 14,000 રૂપિયા છે તો એમ્પ્લોયર તરફથી EPF કોન્ટ્રિબ્યુશન 8.33% હશે.

તમને મળતા પેન્શનની ગણતરી કરવી મુશ્કેલ છે. તેના માટે એક ફોર્મ્યુલા છે- પેન્શન યોગ્ય વેતન X પેન્શન યોગ્ય સેવા /70. જો કે, આ કિસ્સામાં પેન્શન યોગ્ય વેતન અને પેન્શન યોગ્ય સેવા સુધી મર્યાદિત છે. સરળ બનાવવા માટે EPF અંતર્ગત મિનિમમ પેન્શન રકમ દર મહિને 1,000 રૂપિયા અને મેક્સિમમ રકમ દર મહિને 7,500 રૂપિયા છે.

જો કે કેટલાક ચાર્જિસ પણ છે. તમારે એમ્પ્લોય ડિપોઝિટ લિંક ઈન્શ્યોરન્સ સ્કિમ માટે 0.5%, અને EPF એડમિનિસ્ટ્રેશન ચાર્જ 1.1% અને EDLIS એડમિનિસ્ટ્રેશન ચાર્જ 0.01% ચૂકવવો પડશે.