તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:સતત ઘરેથી કામ કરવાથી અને અભ્યાસ કરવાથી તમે ‘DEMON’નો શિકાર થઈ શકો છો, જાણો તે શું છે અને કેવી રીતે બચશો?

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું તમે કોરોનાકાળમાં સતત વર્ક ફ્રોમ હોમ કે પછી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો? જો હા તો તમારે 2 વાર વિચારવાની જરૂર છે કે તમે કોરોનાથી તો બચી રહ્યા છો પરંતુ એવી બીમારીઓથી સંપડાઈ શકો છો જે તમને આજીવન પરેશાન કરી શકે છે.

એક સ્ટડી પ્રમાણે, દુનિયાભરમાં વર્ક ફ્રોમ હોમ કરનારા 50%થી વધારે વયસ્ક જોબ અને વર્ક ફ્રોમ હોમના બેલેન્સ બનાવવાના ચક્કરમાં એન્ઝાયટીની ચપેટમાં આવી ચૂક્યા છે. એસ્ટર ડીએમ હેલ્થકેરના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અલીશા મોપેને વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોથી સંબંધિત 5 ખતરનાક વસ્તુ આઈડેન્ટિફાય કરી છે. તેમણે તેને ‘DEMON’ અર્થાત ભૂત અર્થાત પિશાચ નામ આપ્યું છે. ‘DEMON’ ના 5 અક્ષર અલગ અલગ જોખમ વિશે જણાવે છે.

મોપેનના જણાવ્યા પ્રમાણે, જે લોકો લોકડાઉન અથવા આઈસોલેશનને લીધે વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમણે DEMONથી છૂટકારો કેવી રીતે મેળવવો તેની રીત શોધવી પડશે નહિ તો આ 5 સમસ્યા જિંદગીભર માટે મુશ્કેલી બની શકે છે. આપણી જિંદગી ઘણી લાંબી છે તેથી તે જરૂરી છે કે આપણે આપણા ઘરમાં રહેલા DEMON અર્થાત પિશાચની ઓળખ કરી તેને દૂર કરીએ.

આવો જાણીએ DEMONને અને તેનાથી છૂટકારો મેળવવાની રીત-
ડિવાઈસ એડિક્શન

નોમોફોબિયાથી બચવું છે તો ડિજિટલ ડિટોક્સ જરૂરી છે
કોરોનાકાળમાં આપણો સૌ ફિઝિકલ વર્લ્ડથી ડિજિટલ વર્લ્ડમાં દાખલ થયાં છે અને તેની કિંમત પણ આપણે ચૂકવી રહ્યા છીએ. ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસે આપણા કામ, અભ્યાસ અને કમ્યુનિકેશનને સરળ બનાવ્યું છે, પરંતુ મિત્રો અને પરિવારથી ફિઝિકલી દૂર થયા છીએ. હવે આપણે પહેલાં કરતાં વધારે સ્ક્રીન પર નિર્ભર બન્યા છે. 2021માં ઝૂમ પર ડેઈલી મીટિંગ કરનારા યુઝર્સની સંખ્યા 30 કરોડથી વધારે પહોંચી શકે છે. માઈક્રોસોફ્ટને આશા છે કે આ વર્ષે યુઝર્સ એક દિવસમાં 30 બિલિયન મિનિટ સુધી પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

નેટફ્લિક્સે વર્ષના પહેલાં 6 મહિનામાં 2.6 કરોડ સબસ્ક્રાઈબર્સ જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. ગૂગલ ક્લાસરૂમને આશા છે કે તેના યુઝર્સ ગત વર્ષ કરતાં બમણા થશે. આ રીતે આપણે ધીરે ધીરે આપણી જરૂરિયાતો માટે આવી તમામ કંપનીઓની એપ અને પ્લેટફોર્મ પર નિર્ભર થઈ રહ્યા છીએ. નોમોફોબિયા અર્થાત મોબાઈલ વગર રહેવાનો ડર આ 2020માં દુનિયામાં વધી ગયો છે. આવી સ્થિતિમાં ડિજિટલ ડિટોક્સ અર્થાત થોડા થોડા સમય માટે પોતાને સ્માર્ટ ડિવાઈસથી દૂર રાખવાની રીત આપણને સેફ રાખશે.

આઈ સ્ટ્રેન
ડિવાઈસ એડિક્શન અને સ્ક્રીન ટાઈમ વધવાથી આપણી આંખોનું કામ વધ્યું છે. તેને લીધે આંખ સંબંધિત બીમારી સામે આવી રહી છે. ઓનલાઈન લર્નિંગ, ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટથી બાળકોમાં માયોપિયા અર્થાત નજીકની દૃષ્ટિ દોષ સમસ્યા થઈ રહી છે. દુનિયાભરમાં 6થી 19 વર્ષ સુધીના બાળકોમાં માયોપિયાના મામલા વધવા લાગ્યા છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં 40% બાળકોમાં માયોપિયાની સમસ્યા જોવા મળી રહી છે. એશિયાઈ બાળકોમાં પણ આ સમસ્યા છે.

વયસ્ક લોકો કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અર્થાત ડિજિટલ આઈ સ્ટ્રેનની સમસ્યાથી પીડિત છે. આંખો પર સોજો, સતત માથાનો દુખાવો ઓછું અથવા ઝાંખું દેખાવું તેનાં લક્ષણો છે. તેનાથી બચવા માટે તમારે રેગ્યુલર આઈ ચેક કરાવવું જરૂરી છે. સ્ક્રીન ટાઈમ દરમિયાન દર 20 મિનિટે 20 ફૂટ દૂરની વસ્તુને 20 સેકન્ડ સુધી જોવાની રહેશે. સાથે જ બને ત્યાં સુધી સ્ક્રીન ટાઈમ ઓછો કરો.

મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ

દિનચર્યામાં સેલ્ફ કેર સ્ટ્રેટજી સામેલ કરો
દુનિયામાં ત્રીજી સૌથી મોટી સમસ્યા એ છે કે, મોટી સંખ્યામાં લોકો માનસિક રૂપે બીમાર થઈ રહ્યા છે. 2020માં આ તકલીફ દરેક એજના ગ્રુપનાં લોકોમાં જોવા મળી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના મિત્રો અને ટીચર્સને ના મળી શકતા હોવાથી એન્ઝાયટીનો શિકાર થયા છે. દુનિયામાં અડધાથી વધારે વર્કિંગ એડલ્ટ જોબ સિક્યોરિટીને લઈને એન્ઝાયટીનો શિકાર થયા છે. આ ઉપરાંત જોબ, કામની પેટર્ન અને રૂટીન ચેન્જ થવાથી લોકો સ્ટ્રેસ સાથે કામ કરવા મજબૂર થયા છે.

WHO પ્રમાણે, આવનારા દિવસો અને વર્ષોમાં લોકોને મેન્ટલ હેલ્થ અને સાઈકોલોજિકલ સપોર્ટની વધારે જરૂર પડવાની છે. આથી આપણે રોજબરોજની દિનચર્યામાં સેલ્ફ કેર સ્ટ્રેટજી સામેલ કરવાની જરૂર છે. જેથી આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. રૂટીન બ્રેક ના થાય આથી આપણે અમુક સરળ અને અસરકારક કામ કરવા પડશે, જેમ કે નેગેટિવ ન્યૂઝ મીડિયાથી દૂર રહો, પોઝિટિવ વસ્તુઓ પર ફોકસ કરો, પ્રાયોરિટી નક્કી કરો અને પરિવાર સાથે જોડાયેલા રહો.

ઓબેસિટી
તેનાથી બચવું હોય તો સૌપ્રથમ પોતાને કંટ્રોલ કરો

કોરોના પહેલાં પણ સ્થૂળતા દુનિયાની મોટી સમસ્યા છે, પરંતુ ગયા વર્ષે આ તકલીફ વધી ગઈ. સ્થૂળતા માટે ઘણા ફેક્ટર જવાબદાર છે જેમ કે, વધારે કેલરીવાળા ફૂડ, વધારે સ્ક્રીન ટાઈમ, ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી કરવી અને સસ્તા નોન-ફિઝિકલ એન્ટરટેઈનમેન્ટ વગેરે.

જો કે, સ્ટે એટ હોમ, ક્વોરન્ટાઈન, લોકડાઉન જેવી વસ્તુઓને લીધે ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું અને મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર થઈ ગયા. ઘરે રહેવાથી તમે થોડા સમય માટે તો સેફ રહી શકો છો, પરંતુ લાંબા સમય સુધી ચાલતી બીમારીઓની ઝપેટમાં આવી શકો છો જેમ કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરે.

તેનાથી બચવા માટે આપણે રોજ 8 કલાક ઊંઘ લેવી જોઈએ. નિયમિત વ્યાયામ(ભલે ઘરે કરો), સંતુલિત અને હેલ્ધી ભોજન કરો, તમાકુ અને દારૂ ના પીવું. આરામ કરવા અને પોતાને રિચાર્જ કરવા થોડો સમય કાઢવો જોઈએ.

નેક અને બેક પેન
ઊભા રહીને કામ કરો અથવા તો આરામદાયક ખુરશી ખરીદો

ઘરે સતત અનેક કલાકો સુધી અભ્યાસ અને ઓફિસના કામ કરવાથી ડોક અને કમરનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. જો કે, કમર અને ડોકને બહુ ઓછીવાર હલાવવાથી આ સમસ્યા વધી રહી છે. જો આગળ પણ આવું રહેશે તો આ તકલીફ કાયમી બની શકે છે અને સારવાર માટે ડૉક્ટર પાસે જવું પડશે.

તેના કેટલાક સોલ્યુશન છે જેમ કે તમે ઊભા રહીને ટેબલ પર તમારું કામ કરો કે એવી ખુરશી ખરીદો જેની પર બેસવાથી કમરને સારો સપોર્ટ મળે, તમે હાથ, ડોક અને કમરને સ્ટ્રેચ કરી શકો. આ ઉપરાંત નાનો બ્રેક પણ લઈ શકો છો. એકવારમાં 1 કલાક માટે પણ આ કામ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser