તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Online Exams Increase Children's Cheating Habit, Here Are 4 Ways Parents teachers Can Prevent It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ:ઓનલાઈન એક્ઝામના કારણે બાળકોમાં ચીટિંગની આદત વધી, આ 4 રીતે પેરેન્ટ્સ-ટીચર તેને અટકાવી શકે છે

ક્વામે એન્થની અપિઆહ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ સ્વાસ્થ્યની સાથે સાથે ટેવોને ખરાબ કરવાનું પણ કામ કર્યું છે. ખાસ કરીને બાળકોની. તેનું કારણ શાળાએ ન જવાનું છે. બાળકો લગભગ 9 મહિનાથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, ટેસ્ટ એક્ઝામ પણ ઓનલાઈન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકોમાં ચીટિંગની કુટેવ પડી ગઈ છે. તેને અટકાવવા માટે કોઈની પાસે કોઈ ઉપાય નથી.

આવો જ એક કેસ અમેરિકાના ન્યૂયોર્કમાં જોવા મળ્યો છે. અહીં ફિલોસોફીના પ્રોફેસર કે. એન્થનીના જણાવ્યા પ્રમાણે, તેમના એક વિદ્યાર્થીએ ઝૂમ પર એક્ઝામ આપતી વખતે ખરાબ પર્ફોમન્સ કર્યું. કારણ- તે ઓનલાઈન ચીટિંગમાં મિત્રોની મદદ કરી રહ્યો હતો અને જાતે નહોતો લખી રહ્યો. આ નવું કલ્ચર અને તેના કારણેથી બાળકોની આદતમાં આવી રહેલા ફેરફારો જોખમી છે. આપણે ઓનલાઈન ચીટિંગને રોકવા માટે અસરકારક પગલાં ભરવા પડશે.

ઓનલાઈન-ચીટિંગની કુટેવને પેરેન્ટ્સ અને ટીચરે કેવી રીતે અટકાવવી?

  • આપણે સૌથી પહેલા બાળકોની અંદર લાલચની ભાવનાને દૂર કરવી જોઈએ. આ ભાવના બાળકોમાં નકલ સહિત ઘણા ખોટા કામને પ્રોત્સાહન આપે છે. ઓનલાઈન પરીક્ષાની પેટર્ન બદલવી પડશે. જેનાથી નકલ કરવાની જે સંભાવના રહે છે તેને દૂર કરી શકાય.
  • તેના માટે ટીચર અચાનક ટેસ્ટ લેવાની જૂની રીતને પણ અપવાની શકે છે. તેનાથી બાળકો ચીટિંગને લઈને ન તૈયાર રહેશે અને ન ચીટિંગનું પ્લાનિંગ કરી શકશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પોતાની જાત પર વિશ્વાસ ન હોવાથી પણ નકલની તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં ટીચર અને પેરેન્ટ્સની જવાબદારી બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાની છે.
  • જો કે, સરપ્રાઈઝ ટેસ્ટની રીત ક્વોન્ટિટેટિવ સબ્જેક્ટના વિદ્યાર્થી પર લાગુ નથી કરી શકાતી. હાયર ક્લાસિસમાં તો ક્યારે પણ નહીં, કેમ કે હવે ઘણા પ્રકારના ઓનલાઈન ક્લાસિ શરૂ થઈ ગયા છે. બાળકો કોઈપણ સવાલનો જવાબ સરળતાથી ઈન્ટરનેટ પર જોઈ શકે છે. તેના માટે આપણે બાળકોની અંદર નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આ પણ વાંચોઃ કોરોનાથી સાજા થયેલા બાળકોમાં ફરીથી ઈન્ફેક્શનનું જોખમ ઓછું, પરંતુ સંક્રમિતના સંપર્કમાં આવવાથી જોખમ બમણું થઈ જાય છે

બાળકો માટે બે મહત્ત્વપૂર્ણ વાતો-
1. નકલ કરવી બૌદ્ધિક આળસ છે
આપણે વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ કે ચીટિંગ કરવું ખોટું છે અને તેના ઘણા નુકસાન છે. તે એક પ્રકારે બૌદ્ધિક આળસ એટલે કે ઈન્ટલેક્ચ્યુઅલ લેઝિનેસ છે, જે આપણને ચીટિંગ કરવા માટે ઉશ્કેરે છે. ચીટિંગ કરતા અને કરાવતા લોકોને લઈને આપણે ઉદાર વલણ ન રાખવું જોઈએ.

અભ્યાસ પ્રત્યે બાળકોને જવાબદાર બનાવવા પડશે. તેમને કહેવું પડશે કે, ખોટી રીતે કામ કરવાની તેમની રીત પેરેન્ટ્સ અને ટીચરની સાથે કરવામાં આવેલી છેતરપિંડી છે.

બાળકોને જણાવવું પડશે કે ચીટિંગ કરવાથી તેમના અને તેમના ક્લાસમેન્ટને જ નુકસાન છે. જો વિદ્યાર્થીનું પર્ફોર્મન્સ ક્લાસમાં સારું નથી અને ટેસ્ટમાં સારા નંબર આવી રહ્યા છે તો ટીચર તરત વિદ્યાર્થીની ચોરી પકડી પાડશે. પરીક્ષાનો અસલી અર્થ એ છે તમારું પર્ફોર્મન્સ કેવું રહ્યું છે. તમારા અભ્યાસનું સ્તર શું છે. ​​​​​​​

આ પણ વાંચોઃ નાના બાળકોને 10થી 15 મિનિટ બહાર વોક કરાવો, જાણો બાળકોને બહાર ફરવા લઈ જવા માટે કેવી રીતે તૈયાર કરશો

2. બાળકોમાં નૈતિકતા વધારો
એથિક્સમાં ત્રણ વસ્તુઓ પર કામ કરવામાં આવે છે. પ્રથમ વર્ચ્યુ એથિક્સ, તેનો અર્થ તમારું કેરેક્ટર એટલે કે ચારિત્ર્ય કેવું છે. ડૉન્ટોલૉજી, એટલે તમે અથવા તમારા બાળકો કેટલા જવાબદાર છો અને ત્રીજી વસ્તુ છે પરિણામવાદ જેનો અર્થ તમારા એક્શન રિઝલ્ટ પર આધાર હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો