ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી રેલી 2023 માટે 16 ફેબ્રુઆરી, 2023થી રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. હાલ તેના ઓનલાઇન રજિસ્ટ્રેશનની તારીખ આગળ વધારવામાં આવી છે. આ સાથે જ અગ્નિવીર ભરતી યોજનામાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. પૂર્વ અગ્નિવીરોને અનામત આપવાની વાત પણ કરવામાં આવી છે. ચાલો જાણીએ આજે કામના સમાચારમાં આ બધા ફેરફારો વિશે...
પ્રશ્ન : શું અગ્નિવીર બેચનું આ પહેલુ વર્ષ છે?
જવાબ : ના, 2022 પહેલી બેચ હતી. આ વર્ષે એટલે કે 2023માં બીજી બેચ હશે.
પ્રશ્ન : અગ્નિવીર યોજના અંતર્ગત આ વર્ષે કેટલી ભરતી થશે?
જવાબ : આ વર્ષે 46,000 અગ્નિવીરોની ભરતી સેનામાં થશે.
પ્રશ્ન : અગ્નિવીરમાં ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તારીખમાં શું-શું ફેરફાર થશે?
જવાબ : અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ હતી. ઉમેદવાર 20 માર્ચ, 2023ના રાતના 12 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકશે.
પ્રશ્ન : ઓનલાઈન એક્ઝામ ક્યારે લેવાશે?
જવાબ : રજીસ્ટ્રેશન પછી એપ્રિલથી મે 2023ની વચ્ચે ઓનલાઈન પરીક્ષા થશે. આ વર્ષથી ભરતી નવી પ્રક્રિયા અંતર્ગત થશે.
શું છે ભરતીની નવી પ્રક્રિયા તેને નીચેના ગ્રાફિક્સમાં વાંચીએ...
પ્રશ્ન : અગ્નિપથમાં અરજી કરવા માટેની યોગ્યતા શું છે?
જવાબ : પ્રી સ્કિલ્ડ યુવા આ ભરતીમાં અરજી કરી શકે છે.
અગ્નિપથ યોજનામાં થયેલા નવા ફેરફારો મુજબ હવે ITI અને પોલિટેકનિક પાસઆઉટ ઉમેદવાર ટેક્નિકલ બ્રાન્ચમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત :
અગ્નિવીર (જનરલ ડ્યૂટી)(ઓલ આર્મ્સ) : હાઈસ્કૂલમાં ઓછામાં ઓછા 45% અંકો હોવા જોઈએ. દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% અંક હોવા જોઈએ.
અગ્નિવીર (ટેક્નિકલ)(ઓલ આર્મ્સ) :
આ પોસ્ટ માટે ત્રણ વિકલ્પો છે -
ઈન્ટરમીડિયટ એટલે કે ધોરણ-12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજીની સાથે 50% સાથે પાસ થાવ અને દરેક વિષયમાં 40% માર્ક્સ છે તો તમે અરજી કરી શકો છો. જો 12મુ પાસ છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી સાથે ITI કર્યું હોય અથવા તો NSQF લેવલનું કે પછી NIOSથી ઈન્ટરમીડિયટ પાસ કર્યું હોય તો પણ તમે અરજી કરી શકો છો પણ આ તમામ સ્થિતિમાં 1 વર્ષનું ITI કરેલું હોવુ જોઈએ. 50% માર્ક્સ સાથે હાઈસ્કૂલ પાસ કરેલી હોવી જોઈએ. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ આવવા જોઈએ. આ સાથે જ બે વર્ષની ટ્રેનિંગ ITIમાં કે પછી 3 વર્ષનો ડિપ્લોમા ઈન ટ્રેડ્સમાં હોવો જોઈએ -
અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર ટેક્નિકલ) : આ જગ્યાની ભરતી માટે કોઈપણ પ્રવાહમાં ઈન્ટરમીડિયટમાં 60% માર્ક્સની સાથે દરેક વિષયમાં મિનિમમ 50% માર્ક્સ આવવા જોઈએ.
અગ્નિવીર ટ્રેડ્સમેન (દરેક પ્રકારનાં શસ્ત્રો) : આ જગ્યાની ભરતી માટે માન્યતા પ્રાપ્ત બોર્ડથી 8-10 પાસ કરેલા યુવા અરજી કરી શકે છે.
સૈન્ય પોલીસ કોરમાં અગ્નિવીર (સામાન્ય ડ્યૂટી) મહિલા : હાઈસ્કૂલમાં 45% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા જરુરી છે.
પ્રશ્ન : શું ઉંમર મર્યાદામાં પણ કોઈ ફેરફાર થયા છે?
જવાબ : આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષ હોવી જોઈએ.
આ ફેરફાર થયા - કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ બળ (CAPFs)માં ભરતી માટે ઉંમર મર્યાદા 18-23 વર્ષ છે. કોઈપણ વ્યક્તિ જે 17-22 વર્ષની ઉંમરમાં અગ્નિવીર માટે નોમિનેટેડ છે, તે 26 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે.
પ્રશ્ન : આ ભરતીમાં શારીરિક માપદંડ શું છે?
જવાબ : આ ભરતીમાં ગ્રુપ-1 મુજબ શારીરિક માપદંડ છે.
નોટ - કેન્દ્ર સરકાર મુજબ અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ પૂરી થયા પછી CAPF ભરતી માટે હાઈટમાં કોઈપણ પ્રકારની વિશેષ છૂટછાટ મળશે નહી.
તમને જણાવી દઈએ કે, અગ્નિપથ સ્કિમ અંતર્ગત અગ્નિવીરોનો હાઈટ ક્રાઈટેરિયા CAPFથી ઓછો છે. એવામાં જો અગ્નિવીરની હાઈટ ઓછી હશે તો તેને CAPFમાં નોકરી નહી મળે.
પ્રશ્ન : અનામતને લઈને કોઈ જાહેરાત થઈ છે, તે શું છે?
જવાબ : નવી જાહેરાત મુજબ...
સરકારે BSF એટલે કે સશસ્ત્ર સીમા બળની વેકેન્સીમાં એક્સ-અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે.
રિટાયર થયેલા અગ્નિવીરોને સશસ્ત્ર બળો જેમ કે, CAPF, ITBP, SSF અને CISFમાં 10 ટકાનું અનામત આપવામાં આવશે.
આ સાથે જ અપર એજ લિમિટ ક્રાઈટેરિયામાં પણ છૂટછાટની જાહેરાત કરી છે. ઉંમરમાં છૂટછાટ એ બાબત પર આધાર રાખશે કે, ઉમેદવાર પહેલી બેચ એટલે કે 2022નો ભાગ છે કે તે પછીની બેચનો.
પ્રશ્ન : ત્રણેય સેનાઓમાં ભરતી થઈ રહી છે કે નહી?
જવાબ : અગ્નિવીરની ભરતી પ્રોસેસ ત્રણેય સેનાઓમાં ચાલુ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો -
વધુ માહિતી માટે ભારતીય આર્મીની વેબસાઈટની વિઝિટ કરો
વધુ માહિતી માટે ભારતીય નેવીની વેબસાઈટની વિઝિટ કરો
પ્રશ્ન : શું ટ્રેનિંગ પીરિયડ એ નોકરી કરવાનાં 4 વર્ષોમાં સામેલ છે?
જવાબ : હા, 6 મહિનાનો ટ્રેનિંગ પીરિયડ 4 વર્ષની ફૂલ ટાઈમ સર્વિસમાં સામેલ છે.
પ્રશ્ન : અગ્નિપથ યોજનામાં સફળ ઉમેદવારોએ કેટલા વર્ષ આર્મીમાં નોકરી કરવી પડશે? અને તે પછી શું થશે?
જવાબ : અગ્નિપથ યોજના અંતર્ગત...
ઉમેદવારોએ આર્મીમાં 4 વર્ષ નોકરી કરવી પડશે.
તે પછી 75% અગ્નિવીર રિટાયર થઈ જશે.
તેમાંથી 25%ને કાયમી નોકરી મળશે.
પ્રશ્ન : અગ્નિવીરને કઈ-કઈ સુવિધાઓ મળશે?
જવાબ : પગાર સિવાય અગ્નિવીરોને -
વાતચીતની ભાષામાં કહીએ તો, આર્મીમાં ભરતી થયા પછી રહેવાનું, ખાવા-પીવાનું, ઈલાજ તમામ સેવાઓ મફતમાં મળશે.
પ્રશ્ન : NCC-C સર્ટિફિકેટ મળવા પર શું નૌસેનામાં કોઈ પ્રાયોરિટી મળે છે?
જવાબ : કોટા સેના ભરતી કાર્યાલયનાં ડાયરેક્ટર કર્નલ ઈન્દ્રજીત સિંહે જણાવ્યુ કે, ભારતીય સેનાની અગ્નિવીર ભરતી સ્કિમમાં પહેલા NCC-C સર્ટિફિકેટવાળા બાળકોએ ઓનલાઈન પરીક્ષા આપવાની નહોતી અને તેમાં તેઓને 100 નંબર બોનસમાં જ મળી જતા પરંતુ, હવે ભારતીય સેનામાં ભરતી માટે NCC-C સર્ટિફિકેટવાળા બાળકોએ પણ ઓનલાઈન પરીક્ષા આપવી પડશે. બોનસ નંબરમાં ઘટાડો કરી નાખ્યો.
સેનામાં ભરતી માટે પહેલા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને તે પછી ફિઝિકલ, ડોક્યુમેન્ટેશન અને મેડિકલની પ્રક્રિયા થશે. તેમાં પસંદગી પામનાર ઉમેદવારોને અગ્નિવીર સ્કિમ અંતર્ગત ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે.
પ્રશ્ન : શું અગ્નિપથમાં મહિલાઓ પણ અરજી કરી શકે છે?
જવાબ : હા. અગ્નિપથ યોજના અંતર્ગત મહિલાઓ પણ અરજી કરી શકે છે. પસંદગી પામનાર ઉમેદવારોને સમાન સુવિધાઓનો હક મળશે. આ યોજના અંતર્ગત વર્ષ 2023માં ભારતીય નેવીમાં કુલ વેકેન્સીની 20% જગ્યાઓ પર મહિલાઓની ભરતી કરશે.
પ્રશ્ન : શું મહિલાઓ માટે કોઈ ઉંમર મર્યાદા છે?
જવાબ : હા, સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધી. શરત એ છે કે, મહિલા અપરણિત હોવી જોઈએ.
પ્રશ્ન : નૌસેનામાં અગ્નિવીરનાં રુપમાં સામેલ થનારી મહિલાઓ માટે કઈ શાખાઓ ઉપલબ્ધ છે?
જવાબ : મહિલાઓને ભારતીય નૌસેનામાં અગ્નિવીર (SSR) અને અગ્નિવીર (MR)ના રુપમાં સામેલ કરવામાં આવશે. અગ્નિવીરનાં રુપમાં સામેલ થનારી મહિલાઓ માટે ભારતીય નૌસેનાની આ શાખાઓ ઉપલબ્ધ છે -
પ્રશ્ન : શું મહિલાઓની ટ્રેનિંગ પુરુષો કરતા અલગ હોય છે?
જવાબ : ના, મહિલાઓની ટ્રેનિંગ પણ પુરુષોની જેમ જ હોય છે પરંતુ, મહિલાઓને રહેવા માટે અલગ ક્વાર્ટર મળે છે.
પ્રશ્ન : તેમાં શું મહિલાઓ માટે અલગથી વેકેન્સી હોય છે?
જવાબ : અગ્નિવીર (SSR) અને (MR)ની જગ્યાઓ માટે મહિલાઓને જુદી-જુદી વેકેન્સીની જાહેરાત આપવામાં આવે છે.
પ્રશ્ન : નૌસેનામાં મહિલાઓની ગ્રૂમિંગ કેવી રીતે થાય છે?
જવાબ : મહિલાઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે, પુરુષોની જેમ મહિલાઓ પણ ઉચ્ચ સ્તરની હાજરી જાળવી રાખે. ફરક ફક્ત એટલો હોય છે કે, મહિલાઓને લાંબા વાળ રાખવાની મંજૂરી આપવામાં આવે છે. શરત એટલી છે કે, તે યોગ્ય હોય અને નિયમોને ફોલો કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.