• Gujarati News
  • Utility
  • Online Education Is Not Without Risks, Hacking Cases On Education Portals Tripled

અલર્ટ:ઓનલાઈન એજ્યુકેશન જોખમથી ખાલી નથી, એજ્યુકેશન પોર્ટલ પર હેકિંગના કેસોમાં ત્રણ ગણો વધારો થયો

2 વર્ષ પહેલા
  • જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એજ્યુકેશન પોર્ટલ પર હેકિંગના કેસમાં ત્રણ ગણો વધારો થયો
  • લોકડાઉનમાં ઓનલાઈન એજ્યુકેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે

કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનમાં મોટાભાગના કામ માટે આપણે ઓનલાઈન વેબસાઈટ પર નિર્ભર થઈ ગયા છીએ. આ દિવસોમાં ઓનલાઈન એજ્યુકેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. ઘણા એજ્યુકેશન પોર્ટલ ખુલી ગયા છે. લાખો લોકો ઓનલાઈન ક્લાસિસ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સાઈબર એટેકના કેસ પણ વધી રહ્યા છે. શનિવારે રજૂ કરેલા એક અહેવાલ અનુસાર, વર્ષ 2020ના પ્રથમ ત્રણ મહિના દરમિયાન એજ્યુકેશન પોર્ટલ પર હેકિંગના કેસમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો હતો. આ સાઈબર એટેક ડિસ્ટ્રીબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ (DDoS)ડીડીઓએસ દ્વારા કરવામાં આવ્યો છે. 
વર્તમાન પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યો છે DDoS
સાઈબર સિક્યોરિટી કેસ્પર્સના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અત્યારે લોકો પોતાના ઘરમાં કેદ છે અને ડિજિટલ ડિવાઈસ પર નિર્ભર છે. આવા સમયમાં ડીડોસ વર્તમાન પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાવાઈરસની મહામારી શરૂ થઈ છે. આ દરમિયાન ઓનલાઈન સંસાધનોની માંગમાં વધારો થવાને કારણે સાઈબર એટેક પણ ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે,  હેકર્સનું ધ્યાન સૌથી મહત્ત્વપૂર્ણ ડિજિટલ સેવાઓ પર રહે છે, જે લોકડાઉનમાં વધુને વધુ ઉપયોગમાં લેવાય છે.

શું હોય છે DDoS?
આવા સાઈબર એટેક હેકર્સ સાઈટ પર એક સાથે લાખો-કરોડો મેસેજ કરે છે, જેથી સાઈટ ઠપ થઈ જાય છે. આ પ્રકારના હુમલામાં, જો એક નેટવર્ક પર મેસેજો જામ થઈ જાય છે તો  અન્ય નેટવર્ક પણ ઓવરલોડ થઈ જાય છે અને લોકોને સાઇટ ખોલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેટ ટ્રેફિક જામ થવાને કારણે સાઈટ ઓપન થવામાં વાર લાગવી, ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જવી અને વારંવાર હેકિંગ થવાથી લોકો હેરાન થઈ જાય છે. વર્ષ 2016માં મુંબઈમાં આ પ્રકારના સાઈબર હુમલો કરવામાં આવ્યો હતો. આ વિશે આઈટી કંપની જોઈસ્ટરે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...