• Gujarati News
  • Utility
  • Online Card Payment Method Will Change From January 1, 2022, RBI Issued New Rules

કામની વાત:1 જાન્યુઆરી, 2022થી ઓનલાઇન કાર્ડ પેમેન્ટની રીત બદલાશે, RBIએ જાહેર કર્યા નવા નિયમો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ઈ-કોમર્સ કંપનીઓને કાર્ડની બધી જાણકારી આપવી પડે છે
  • નવા નિયમો માટે ગ્રાહકો પર કોઈ દબાણ નહીં કરવામાં આવે, કાર્ડ ટોકન સિસ્ટમ ઓપ્શનલ રહેશે

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ પેમેન્ટના નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. ઓનલાઇન પેમેન્ટ મારે હવે ટોકન સિસ્ટમ હશે. કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ જાહેર કરતી બેંક કે કાર્ડ નેટવર્ક ઉપરાંત અન્ય કોઈ ઓરિજિનલ કાર્ડ ડેટા સ્ટોર નહીં કરે.

ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ કે કોઈ ઇમર્જન્સીમાં કરાર માટે પેમેન્ટ એગ્રીગેટર સીમિત ડેટા સ્ટોર કરી શકાશે. ઓરિજિનલ કાર્ડ અને કાર્ડ હોલ્ડરના નામના છેલ્લા 4 અંક સ્ટોર કરવાની છૂટ મળશે. અન્ય કોઈ પણ જાણકારી કોઈ પેમેન્ટ એગ્રીગેટર નહીં રાખી શકે.

‘કાર્ડ ટોકન સિસ્ટમ’ શું છે?
1 જાન્યુઆરી, 2022થી તમારે કાર્ડની કોઈ પણ ડિટેલ્સ થર્ડ પાર્ટી સાથે શૅર નહીં કરવી પડે. હાલ એવું નથી, હાલ જો તમે ઓનલાઇન ભોજન મંગાવો છો કે કેબ બુક કરાવો છો તો તમારે કાર્ડની ડિટેલ્સ આપવી પડશે અને અહીં ગ્રાહકના કાર્ડની બધી ડિટેલ્સ સેવ થઇ જાય છે. ફ્રોડના જોખમ પણ વધી જાય છે. ટોકન સિસ્ટમમાં આવું નહીં થાય.

સરળ ભાષામાં આ સમજીએ તો, ટોકનમાં તમારે કાર્ડ ભરવાની જરૂર નથી, તેની જગ્યાએ યુનિક ઓલ્ટરનેટ નંબર હોય છે તેને ટોકન કહેવાય છે. આ નંબર તમારા કાર્ડ સાથે લિંક હોય છે. તેના ઉપયોગથી કાર્ડ ડિટેલ્સ સુરક્ષિત રહે છે. એટલે કે, તમે જ્યારે કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ જેમ કે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર શોપિંગ પછી પેમેન્ટ કરશો તો તમારે 16 નંબરનો કાર્ડ નંબર નહીં પણ તેની જગ્યાએ ટોકન નંબર લખવાનો રહેશે.

હાલ કાર્ડની બધી જાણકારી આપવી પડે છે
ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે હાલ તમારે માત્ર CVV નંબર લખવાનો હોય છે. આનો અર્થ એ થયો કે, ઈ-કોમર્સ વેબસાઈટ પાસે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જાણકારી પહેલેથી સ્ટોર છે. ટોકન સિસ્ટમ લાગુ થઇ ગયા પછી ઈ-કોમર્સ વેબસાઈટ તમારા કાર્ડની જાણકારી સ્ટોર નહીં શકે.

નવી વ્યવસ્થા ઓપ્શનલ રહેશે
ટોકન વ્યવસ્થા ગ્રાહકોની ઈચ્છા પર નિર્ભર રહેશે. આ લેવા માટે ગ્રાહકો પર કોઈ દબાણ નહીં કરવામાં આવે. આ ઉપરાંત કોઈ બેંક કે પછી કાર્ડ આપતી કંપનીઓ પર ફરજિયાતપણે આ નિયમો લાગુ કરવામાં નહીં આવે.