• Gujarati News
  • Utility
  • One Stop Destination 'e Amrit' Portal For Electric Vehicle Purchase, Subsidies And Policy Information Launched, Government To Provide Business Ideas

ન્યૂ વેબ પોર્ટલ:ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા, સબ્સિડી અને પોલિસીની માહિતીનું વન સ્ટોપ ડેસ્ટિનેશન 'e-Amrit' પોર્ટલ લોન્ચ થયું, સરકાર બિઝનેસ આઈડિયા પણ આપશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પોર્ટલ પર ઈ-વ્હીકલના પ્રકાર, તેને ખરીદવા માટેના ફાઈનાન્સ ઓપ્શન, ચાર્જિંગ સ્ટેશન લોકેટર સહિતની સુવિધા મળશે

સરકાર નાગરિકોને ઈલેક્ટ્રિક વ્હીકલ માટે પ્રેરિત કરી રહી છે. તેના માટે સરકારે FAME (ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ ) પોલિસી પણ લોન્ચ કરી છે. તેની હરોળમાં સરકારે હવે ઈલેક્ટ્રિક વ્હીકલ સંબંધિત માહિતી મેળવવા માટે ઈ વેબ પોર્ટલ 'e-AMRIT' લોન્ચ કર્યું છે. તે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા, તેની પોલિસી, સબ્સિડી અને રોકાણ સહિતની માહિતી લેવા માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે. આ નિર્ણય બ્રિટનના ગ્લાસ્ગોમાં ચાલી રહેલી COP26 મીટિંગમાં લેવાયો છે.

FAMEને કારણે ઈ વ્હીકલ સસ્તાં થયાં
સરકારે વ્હીકલમાંથી નીકળતા ખતરનાક ગેસનું ડીકાર્બોનાઈઝેશન અને ઈલેક્ટ્રિક મોબિલિટી એક્સેપ્ટ થાય તે માટે પહેલ કરી. FAME અને PLI જેવી યોજનાઓથી લોકો ઈ વ્હીકલ સરળતાથી અપનાવી શકશે.

પોર્ટલ પર આ સુવિધા મળશે
આ પોર્ટલ પર ઈલેક્ટ્રિક વ્હીકલના ફાયદા, ઈ વ્હીકલના પ્રકાર, તેને ખરીદવા માટેના ફાઈનાન્સ ઓપ્શન, ચાર્જિંગ સ્ટેશન લોકેટર, ઈ વ્હીકલ બિઝનેસ સહિતની સુવિધા મળે છે.

રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સ પર પણ છૂટ
દેશના ઘણા રાજ્યોએ પોતાની ઈ વ્હીકલ પોલિસી શરૂ કરી છે. ટુ, થ્રી અને ફોર ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર તેમાં સબ્સિડી અપાઈ રહી છે. કેટલીક રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોનાં રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સ પર પણ છૂટ આપી છે.

e-Amrit પોર્ટલ બ્રિટન સરકાર સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા ડેવલપ અને હોસ્ટ કરાયું છે. આ બ્રિટન-ઈન્ડિયાના જોઈન્ટ રોડ મેપ 2030નો ભાગ છે. તેના પર બંને દેશોના પ્રધાનમંત્રીએ સિગ્નેચર કર્યા છે.