તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Last Chance To Get Gas Cylinder For Free, Till This Month, Pradhan Mantri Ujjwala Gas Scheme, Know How To Get The Benefit Of It?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામના સમાચાર:મફતમાં ગેસ સિલિન્ડર મેળવવાની છેલ્લી તક; પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજનાનો આ છેલ્લો મહિનો, જાણો તેનો લાભ મેળવવા માટે શું કરવું પડશે?

3 મહિનો પહેલા
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત BPL કેટેગરીમાં આવતા પરિવારોને લાભ મળે છે
  • BPL પરિવારની મહિલાઓ તેના નામ પર આ યોજના હેઠળ ગેસ કનેક્શન લઈ શકે છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબ ગ્રામીણ મહિલાઓને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર આપે છે. હવે સપ્ટેમ્બર બાદ આ યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર ફ્રીમાં નહીં મળે. હકીકતમાં, 2016માં ત્રણ વર્ષ માટે અમલમાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો સમયગાળો એપ્રિલ 2020 સુધીનો જ હતો. બાદમાં કોરોનાનાં કારણે કેન્દ્ર સરકારે તેનો સમયગાળો સપ્ટેમ્બર-2020 સુધી વધારી દીધો હતો. આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તક આ મહિના સુધીની છે.

યોજનાનો હેતુ શું છે?
આ યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સિલિન્ડરનું કનેક્શન આપે છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને લાકડા અને ગોબરના ઉપયોગથી થતાં નુકસાનથી બચાવવાનો હતો. ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર લેતી 7.4 કરોડ મહિલાઓને મફતમાં સિલિન્ડર મળે છે.

ઉજ્જવલા ગેસ યોજનાનો લાભ કોને મળશે?

  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત BPL કેટેગરીમાં આવતા પરિવારને લાભ મળે છે.
  • BPL પરિવારની મહિલા તેમના નામે આ યોજના હેઠળ ગેસ કનેક્શન લઈ શકે છે.
  • અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજી કરનારી મહિલા એક BPL કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવી જોઈએ.
  • મહિલા અરજદારને સબસિડીની રકમ મેળવવા માટે સમગ્ર દેશમાં કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં સેવિંગ અકાઉન્ટ હોવું જોઈએ
  • પહેલેથી જ LPG કનેક્શન ધરાવતા પરિવારને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • અરજદાર મહિલા પાસે BPL કાર્ડ અને BPL રાશન કાર્ડ હોવું જોઈએ.

હવે શું કરવું?
તમારી પાસે સપ્ટેમ્બર સુધીનો સમય છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું?

  • આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવું સરળ છે.
  • ગેસ કનેક્શન માટે BPL પરિવારની કોઈપણ મહિલા અપ્લાય કરી શકે છે.
  • યોજના સાથે જોડાયેલી સત્તાવાર વેબસાઈટ pmujjwalayojana.com પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો.
  • અરજી માટે નજીકના LPG કેન્દ્રમાં KyC ફોર્મ જમા કરાવાનું રહેશે.
  • અરજી માટે ફોર્મની સાથે નામ, એડ્રેસ, જન ધન બેંક અકાઉન્ટ નંબર, આધાર નંબર આપવો પડશે.
  • ફોર્મમાં, તમારે એ પણ કહેવું પડશે કે તમે 14.2KG સિલિન્ડર લેશો કે 5KG.
  • તમે EMIનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો, આ કિસ્સામાં EMIની રકમ સિલિન્ડર પર મળતી સબસિડીમાં એડજસ્ટ કરવામાં આવે છે.

રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે?

  • ઓથરાઈઝ્ડ BPL રાશન કાર્ડ
  • પંચાયત પ્રધાન અથના નગર પાલિકા પ્રમુખ દ્વારા પ્રમાણિત BPL કાર્ડ.
  • ફોટો આઈડી (આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ).
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • જન ધન / બેંક ખાતા નંબર.
  • આધાર કાર્ડ નંબર.
  • LIC પોલિસી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો