પ્રખ્યાત સાયન્સ મેગેઝિન નેચરમાં પ્રકાશિત ફ્રાન્સની પાશ્ચર ઈન્સ્ટિટ્યૂટના તાજેતરના રિસર્ચના અનુસાર, કોરોના વેક્સિનના એક ડોઝથી વાઈરસના બીટા અને ડેલ્ટા વેરિઅન્ટ પર સામાન્ય રીતે કોઈ અસર નથી થતી. આ રિસર્ચ એસ્ટ્રાજેનેકા અને ફાઈઝર-બાયોએનટેક વેક્સિન લેનાર લોકો પર કરવામાં આવ્યું. ભારતમાં એસ્ટ્રાનેજેકાની વેક્સિન કોવીશિલ્ડ નામથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવી રહી છે.
તેનાથી વિપરિત, આ બંને વેક્સિનના બંને ડોઝ લેનાર લોકોની ઈમ્યુન સિસ્ટમે ડેલ્ટા વેરિઅન્ટને બેઅસર કરી દીધો છે. રિસર્ચના લીડ ઓથર ઓલિવિયર શ્વાર્ટઝ અને પેરિસમાં પાશ્ચર ઈન્સ્ટિટ્યૂટમાં વાઈરસ અને ઈમ્યુનિટી યુનિટના હેડના જણાવ્યા પ્રમાણે, આ શોધ એક સારા સમાચાર છે.
રિસર્ચના અનુસાર, એસ્ટ્રાજેનેકા અથવા ફાઈઝર-બાયોએનટેક વેક્સિનનો એક ડોઝ લેનાર લોકો માત્ર 10 ટકા લોકો કોરોનાના આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટને નિષ્ફળ કરી શક્યા. તેમજ આ બંનેમાંથી કોઈ એક વેક્સિનનો બંને ડોઝ લેનાર લોકો 95% લોકોએ ડેલ્ટા અને બીટા વેરિઅન્ટને નિષ્ફળ કરી દીધો. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ એક મોટો તફાવત છે.
તેથી સ્પષ્ટ છે તે જો ડેલ્ટા અથવા બીટા વેરિઅન્ટની સામે લડવાની તાકાત પેદા કરવી હોય તો કોરોના વેક્સિનના બંને ડોઝ જરૂરી છે. અથવા ભારતમાં કોવીશિલ્ડના બંને ડોઝ લીધા બાદ 95% લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટને નિષ્ફળ કરવાની તાકાત પેદા થઈ જશે.
સ્પષ્ટ છે કે કોરોનાને એક વખત હરાવી ચૂકેલા લોકો એવા વ્હેમમાં ન રહેવું કે તેમના શરીરમાં અત્યારે એન્ટિબોડીઝ છે, કેમ કે તે એન્ટિબોડીઝ અથવા પ્રતિરોધ ડેલ્ટા વેરિઅન્ટની વિરુદ્ધ ચાર ગણી ઓછી અસરકારક છે.
ભારત બાદ અમેરિકા સહિત ઘણા દેશોમાં કહેર વરસાવી રહ્યો છે ડેલ્ટા વેરિઅન્ટ
ભારતમાં ઘાતક બીજી લહેરનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી 98 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યારે અમેરિકા, મલેશિયા, પોર્ટુગલ, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં કહેર વરસાવી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં તેને બ્રિટન અને યુરોપમાં હજારો લોકોને સંક્રમિત કર્યા હતા.
અત્યારે તે અમેરિકામાં ડોમિનન્ટ વેરિઅન્ટ, એટલે કે સૌથી વધારે જોવા મળતો કોરોના વેરિઅન્ટ છે. અહીં મળી રહેલા તમામ નવા કેસમાં 51.7% કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે. આ પહેલા ત્યાં આલ્ફા મુખ્ય વેરિઅન્ટ હતો.
ડેલ્ટા વેરિઅન્ટ પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યો હતો, જે ઝડપથી ફેલાયેલો
કોરોનાવાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ પહેલી વખત ભારતમાં મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે આલ્ફા વેરિઅન્ટની સરખામણીમાં 60% અને મૂળ કોરોનાવાઈરસ કરતાં ડબલ તેજીથી એટલે કે 100% વધારે ઝડપથી ફેલાયો છે.
ફ્રાન્સમાં કરવામાં આવેલું રિસર્ચ ભારત માટે જરૂરી
દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનના દાવા છતા ભારતમાં શુક્રવારે (9 જુલાઈ) સુધી માત્ર 4.9 ટકા વસ્તીને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા. તેમજ 21 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો છે. બીજી તરફ અમેરિકામાં 55% વસ્તીને એક ડોઝ અને 48% લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.