દરરોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરની પાસે જવાની જરૂર નથી પડતી. બાળપણથી આપણે બધા આ વાત સાંભળતા આવી રહ્યા છીએ, પરંતુ શું તમે તેના પર વિશ્વાસ કરો છો? ખરેખર તે સાચું છે, દરરોજ એક સફરજન ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ થવાની આશંકા ઓછી થઈ જાય છે. સફરજનના ઉત્તમ ગુણધર્મોને કારણે તેને જાદુઈ ફળ પણ કહેવામાં આવે છે. તેનાથી ડાયાબિટીસનું જોખમ પણ ઘટી જાય છે.
જાણો સફરજન ખાવાના ફાયદા
સફરજન ન્યૂટ્રિશનથી ભરપૂર હોય છે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, 2,000 કેલરીવાળી ડાયટમાં બે કપ ફ્રૂટ સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે, જે લગભગ એક સફરજન ખાવાથી પૂરી કરી શકાય છે. કેમ કે, એક મીડિય સાઈઝ (લગભગ 3 ઈંચ ડાયામીટર)નું સફરજન લગભગ 1.5 કપ ફ્રૂટના બરાબર હોય છે. 182 ગ્રામના એક સફરજનમાં 2-4% મેંગેનીઝ, કોપર, વિટામિન A, E, B1, B2, અને B6 હોય છે.
સફરજનમાં પોલિફેનોલ્સ પણ ભરપૂર હોય છે, જે શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે. એક્સપર્ટનું માનવું છે કે, સફરજનને છોલ્યા વગર ખાવું જોઈએ, કેમ કે, સફરજનની છાલમાં ફાઈબર અને પોલિફેનોલ્સ હોય છે.
વજન ઓછું કરવામાં મદદ કરે છે સફરજન
સફરજનમાં ફાઈબર અને પાણીની માત્રા વધારે હોય છે, તેથી તેને ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે. પબમેટ સેન્ટ્રલમાં પ્રકાશિત જૂલી ઈ, ફ્લડ-ઓબેગી અને બારબરા જે. રોલ્સના એક રિસર્ચના અનુસાર, જે લોકો ખાવાનું ખાધા પહેલા સફરજન ખાય છે, તેમનું પેટ એવા લોકોની તુલનામાં જલ્દી ભરાઈ જાય છે જે લોકો સફરજન અથવા તેનાથી બનેલી વસ્તુઓ નથી ખાતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે લોકો તેમના ભોજન પહેલા સફરજન ખાય છે તેઓ સફરજન ન ખાતા લોકો કરતા 200 કેલરી ઓછી વાપરે છે.
સફરજન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે
સફરજન ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત અથાનાસિઓસ, કાઈરેન એમ અને જૂલીના રિસર્ચના અનુસાર, સોલ્યુબલ ફાઈબર હોય છે જે કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે. સફરજનમાં જોવા મળતા પોલિફેનોલ્સ એન્ટિઓન્કિસડન્ટ તરીકે કામ કરે છે. ફ્લેવોનોઇડ એપિકેટિન પોલિફેનોલ્સ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. ફ્લેવોનોઈડનું વધારે સેવન સ્ટ્રોકના જોખમને 20% સુધી ઘટાડી શકે છે.
ડાયાબિટીસના જોખમને ઘટાડે છે
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત ઈસાઓ મુરાકી અને તેમના સાથીઓના રિસર્ચના અનુસાર, સફરજન ટાઈપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. એક દિવસમાં સફરજન ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસના જોખમને 28% સુધી ઘટાડી શકાય છે.
સફરજનમાં જોવા મળતા પોલિફેનોલ્સ પેનક્રિયાઝમાં રહેલા બીટા સેલ્સના ટિશ્યૂને ડેમેજ થવાથી બચાવે છે. તે બીટા સેલ્સ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. હંમેશાં ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોમાં આ ડેમેજ થાય છે.
અસ્થમાના જોખમને ઘટાડે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે સફરજન
એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર સફરજન તમારા ફેફસાંને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. 68 હજાર મહિલાઓ પર કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું કે દરરોજ સફરજન ખાતા લોકોમાં અસ્થમાનું જોખમ 10 ટકા સુધી ઘટી જાય છે. પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ ડાયને એ હાઈસનના આ રિસર્ચના અનુસાર, સફરજનની છાલમાં જોવા મળતા ફ્લેવોનોઈડ ક્વેરસેટિન ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને ઈન્ફ્લામેશન ઓછું કરવામાં મદદ કરે છે.
કેન્સરના જોખમને પણ ઘટાડે છે સફરજન
પબમેડ સેન્ટ્રલમાં પ્રકાશિત ડાયને એ હાઈસનના રિસર્ચના અનુસાર, સફરજન કેન્સર જેવી મોટી બીમારીઓના જોખમને પણ ઘટાડે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સફરજનમાં જોવા મળતા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઇન્ફ્લેમેટરી કેન્સરના જોખમને ઘટાડે છે. જોનાથન એમ હોઝસન અને તેમના સાથીઓ દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે દરરોજ સફરજન ખાવાથી કેન્સરના કારણે મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.