સ્કીમ / SBIની એન્યૂઇટિ સ્કીમમાં એકવાર પૈસા જમા કરો, પેન્શનની જેમ પૈસા મળતા રહેશે

Once you deposit money in SBI's Annuity scheme, you will get money like pension

Divyabhaskar.com

Jul 08, 2019, 04:30 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વિવિધ બચત યોજનાઓ ઓફર કરે છે, જેમાંની એક સ્કીમ એન્યુઈટિમાં એકસાથે રોકાણ કરવાથી નિયમિત સમય માટે માસિક આવક મળતી રહે છે. એન્યૂઇટિ પેમેન્ટમાં ગ્રાહક તરફથી જમા થયેલા પૈસા પર વ્યાજ લગાવીને એક નક્કી કરેલા સમય પછી આવક મળવાની ચાલુ થાય છે.


આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા માસિક એન્યૂઇટિ માટે રોકી શકાય છે, જે 25 હજાર રૂપિયા છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એન્યૂઇટિ ડિપોઝિટ 36/60/84 અથવા 120 મહિનાના સમયગાળા માટે થઈ શકે છે. આ થાપણો પર વ્યાજ દર થાપણદાર દ્વારા પસંદ કરાયેલી ટર્મ ડિપોઝિટ પર લાગુ થશે. ધારો કે, જો તમે 5 વર્ષ માટે એન્યૂઇટિ ડિપોઝિટ કરાવવા માગતા હો તો 5 વર્ષની FD પર ચાલુ વ્યાજ દર આપવામાં આવશે.


ડિપોઝિટ કરનાર વ્યક્તિનાં મૃત્યુના કિસ્સામાં સમય કરતા પહેલાં જ ઉપાડ કરવાની મંજૂરી મળે છે. આ ઉપરાંત, એન્યૂઇટિમાં જમા રાશિ પર 75% સુધી લોન પણ લઈ શકાય છે. જો તમે લોનનો વિકલ્પ પસંદ કરો તો ભવિષ્યના એન્યૂઇટિનું પેમેન્ટ લોન અકાઉન્ટમાં ત્યાં સુધી જમા થતું રહેશે, જ્યાં સુધી સંપૂર્ણ લોનની રકમ પરત ન મળી જાય.


જો તમે 5 વર્ષ માટે 10 હજાર રૂપિયાની માસિક એન્યૂઇટિ ઈચ્છો તો 7%ના વ્યાજ દર અનુસાર તમારે એન્યૂઇટિ ડિપોઝિટમાં 5,07,965.93 રૂપિયા જમા કરવા પડશે.


એન્યૂઇટિ RDથી આ રીતે અલગ છે
એન્યૂઇટિ ડિપોઝિટ રિકરિંગ ડિપોઝિટ (RD)થી વિપરિત છે. RDમાં દર મહિને નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે અને પાકતી મુદત પર ચોક્કસ રકમ મળે છે. પરંતુ એન્યૂઇટિ ડિપોઝિટના કિસ્સામાં વિપરિત હોય છે. અહીં જમાકર્તા એક સાથે રકમ જમા કરે છે અને સંપૂર્ણ મુદત માટે દર મહિને નિશ્ચિત રકમ મેળવે છે.

X
Once you deposit money in SBI's Annuity scheme, you will get money like pension
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી