ફાયદો / એકવાર મોટું ઈન્વેસ્ટમેન્ટ કરી સોલર AC નખાવો, વિજળીનું મોટું બિલ ભરવામાંથી છૂટી જશો

Once the big investment is done for , don't have to pay electricity bill

Divyabhaskar.com

Jun 11, 2019, 03:42 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઉનાળામાં એસીમાં બેસવું કોને ન ગમે. પરંતુ જેટલી ઠંડક ACની હવા આપે છે સાથે તેનું બિલ એટલી જ ચિંતામાં પણ નાખી દે છે. ગરમીમાં AC ચલાવવાથી અન્ય ઋતુઓની સરખામણીએ વિજળીનું બિલ વધુ આવે છે. એવામાં તમે થોડી સમજણથી વિજળીનું મોટું બિલ આવતા બચાવી શકો છો. આ માટે તમારે સોલર AC ખરીદવું પડશે. આ AC ની સૌથી મોટી સુવિધા એ છે કે તેનો ઉપયોગ કરવાથી તમે વિજળીનું ભારે ભરખમ બિલ ભરવામાંથી બચી જશો.


સોલર ACનો મેઇન્ટેનનન્સ ખર્ચ ઓછો છે
આ ACનો મેઇન્ટેનનન્સ ખર્ચ અન્ય ACની સરખામણીએ બહુ ઓછો છે. બજારમાં ઘણી AC કંપનીઓ છે જે સોલર AC વેચે છે. આ AC સાથે કંપનીઓ તમને સોલર પેનલ પ્લેટ અને ડીસીથી AC કન્વર્ટર પણ આપે છે, જેનાથી તમે વિજળી વગર પણ તેનો ઉપયોગ કરી શકશો.


તેમાં સોલર પેનલ પ્લેટને AC ની ખુલ્લી જગ્યા પર લગાવવામાં આવે છે. આ સાથે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે સૂરજનાં કિરણો તેની પર પડે. જ્યારે DC (ડાયરેક્ટ કરન્ટ) બેટરીના કારણે ઈલેટ્રિક કરન્ટ પેદા થાય છે અને તેની મદદથી AC કન્વર્ટર દ્વારા ઠંડી હવા મળે છે.


એકવાર 1 લાખ રૂપિયા ખર્ચવા પડશે
1 ટન સોલર AC માટે તમારે (ઓનલાઇન કિંમત) આશરે 90 હજારથી 1 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. જો કે, આ માત્ર એકવાર ખર્ચ કરવાનો રહેશે, જે એ વખતે તમને થોડો ખર્ચાળ લાગશે. પરંતુ એ પછી તમારે આ AC માટે કોઈ પ્રકારનો ખર્ચ કરવો નહીં પડે.
બજારમાં રહેલાં ઈલેક્ટ્રિક ACની કિંમત ભલે ઓછી હોય પણ તેનું વિજળીનું બિલ દર મહિને મોટી રકમ વસૂલે છે. 1 ટન ઈલેક્ટ્રિક ACની કિંમત આશરે 20થી 40 હજાર રૂપિયા હોય છે.


5 સ્ટાર રેટિંગ મળ્યું છે
બજારમાં Hybrid Solar AC ઉપલબ્ધ છે, જેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ AC ઈલેક્ટ્રિક ACની જેમ જ કામ કરે છે. તેમાં માત્ર એ જ ફરક છે કે પાવરના ત્રણ ઓપ્શન છે - પહેલો સોલર પાવર, બીજો બેટરી બેંક અને ત્રીજો ઈલેક્ટ્રિસિટી ગ્રિડ.
એક ટન સ્પ્લિટ સોલર ACની કિંમત 99 હજાર અને 1.5 ટન સોલર ACની કિંમત 1,39,000 રૂપિયા છે. તેમાં સોલર પેનલ, સોલર ઈન્વર્ટર અને અન્ય તમામ એક્સેસરીઝ પણ સામેલ છે.

X
Once the big investment is done for , don't have to pay electricity bill
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી