• Gujarati News
  • Utility
  • Once Again There Is An Opportunity To Invest In Sovereign Gold Bonds, Invest By May 28 And Get A Fixed Interest Of 2.50%

તક:ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક મળી રહી છે, 28 મે સુધીમાં રોકાણ કરો અને 2.50%નું નિશ્ચિત વ્યાજ મેળવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

24 મેથી 2021-22 નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ શરૂ થઈ રહી છે. 28 મે સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે. આ અંતર્ગત, ગ્રામ દીઠ સોનાની કિંમત 4,842 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે લોકો આના માટે ઓનલાઇન અરજી કરશે છે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરે છે તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફર્સ્ટ સિરીઝમાં 1 બોન્ડની કિંમત 4,777 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો...

સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે.

ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે.ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેનાથી થતા લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

1 ગ્રામથી 4 કિલો સુધીનું સોનું ખરીદી શકાય છે
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે. કોઈ નાણાકીય વર્ષમાં 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માગતા હો તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

8 વર્ષનો મેચ્યોરિટી પિરિઅડ રહે છે
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે, જો જરૂર પડે તો તમે 5 વર્ષ પછી તેને કેશ કરાવી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડનો કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય, આ બોન્ડ NSE પર પણ ટ્રેડ કરે છે. જો સોનાના બોન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ બને તો તેની પર છૂટ મળે છે.

શુદ્ધ સોનું મળે છે
ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.

કેટલો ટેક્સ આપવો પડે છે
સોવરેન 8 વર્ષની મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

ગોલ્ડ ETF ખરીદવું સરળ
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આમાં વ્યક્તિ NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યૂનિટ્સ ખરીદી શકે છે અને સમાન રકમ વ્યક્તિના ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. વ્યક્તિના ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી વ્યક્તિના ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બૉન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

આ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), માન્યતા પ્રાપ્ત થયેલા સ્ટોક એક્સચેંજ, નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.

આમાં રોકાણ કરવું કેટલું યોગ્ય?
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક અને CEO પંકજ મઠપાલનું કહેવું છે કે, જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ યોગ્ય સમય હોઈ શકે છે કારણ કે, તે કોરોના રોગચાળા દરમિયાન આવનારા દિવસોમાં સારું રિટર્ન આપી શકે છે. તેમના કહેવા મુજબ, છેલ્લાં 10 વર્ષમાં સોનાએ દર વર્ષે સરેરાશ 10%થી 11% વળતર આપ્યું છે. લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક છે
ભલે તમને સોનામાં રોકાણ કરવું ગમતું હોય તેમ છતાં તમારે આમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કુલ પોર્ટફોલિયોના માત્ર 5%થી 10% જ સોનામાં રોકાણ કરવું જોઇએ. સંકટ સમયે સોનામાં રોકાણ કરવાથી તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા આવી શકે છે, પરંતુ લાંબાગાળે તે તમારા પોર્ટફોલિયોનું રિટર્ન ઘટાડી શકે છે.