કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં આવી ગયો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ ગુરુવાર બપોરે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો કે, ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં મળ્યા છે. અત્યાર સુધી 29 દેશોમાં ફેલાઈ ચૂકેલા નવા વેરિઅન્ટ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોન પર વેક્સિનેશન અથવા અગાઉના કોરોનાથી પેદા થયેલી ઈમ્યુનિટીની પણ અસર નથી થતી.
કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (B.1.1.529)એ ફરી એકવાર વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VoC)ના લિસ્ટમાં રાખ્યો છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધારે ચેપી હોઈ શકે છે. અત્યાર સુધી સાઉથ ઓફ્રિકા સહિત દુનિયાના 15 દેશોમાં ઓમિક્રોના દર્દી મળ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોન પર મોનોક્લોનલ એન્ટિબોડીઝ થેરપી, વેક્સિનેશન અથવા નેચરલ ઈન્ફેક્શનથી થતા ઈમ્યુન રિસ્પોન્સને પણ બેસઅર કરી શકે છે. ઓમિક્રોનના લક્ષણ વિશે WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણ સામે નથી આવ્યા, પરંતુ સાઉથ આફ્રિકાના ડૉ. એન્જેલિક કોએટ્જી જેને સૌથી પહેલા COVID-19 ઓમાઈક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ કર્યો હતો. તેમના અનુસાર, ઓમિક્રોનના “અસમાન્ય પરંતુ હળવા” લક્ષણ જોવા મળી રહ્યા છે. ડૉ. એન્જેલિક કોએટ્જીના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટા કરતા અલગ છે. કોરોનાના બીજા વેરિઅન્ટથી ઈન્ફેક્ટ થવા પર સ્વાદ અને સુંઘવાની ક્ષમતા પર અસર પડતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણ નથી જોવા મળી રહ્યા. સાથે ગળામાં દુખાવો તો રહે છે પરંતુ કફની ફરિયાદ જોવા નથી મળી.
જાણો કેટલો ખતરનાક છે ઓમિક્રોન અને તેના લક્ષણ. કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો આ સાવચેતી રાખો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.