• Gujarati News
  • Utility
  • Old Doctor's Slips Or Medical Reports Will Be Protected Even After Loss, Medical History Will Also Be Stored

જલ્દી જ બનાવી લો ABHA CARD:ડોક્ટરની જૂની સ્લીપ અથવા મેડિકલ રિપોર્ટ ગુમ થયા પછી પણ સુરક્ષિત રહેશે, મેડિકલ હિસ્ટ્રી પણ સ્ટોર કરવામાં આવશે

એક મહિનો પહેલાલેખક: અલિશા સિન્હા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત ડિજિટલ અંતર્ગત ડિજિટલ હેલ્થ કાર્ડ 2022 એટલે કે ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ)ની શરુઆત થઈ ચૂકી છે. National Health Authority (NHA) એ તેને લઈને ટ્વિટર પર ઢગલાબંઢ ટ્વીટ કર્યા છે.

હવે વાત કરીએ કામની... ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવાથી તમને ઘણા ફાયદા થશે
નેશનલ હેલ્થ ઓથોરિટી અને કેન્દ્ર સરકાર આ કાર્ડ બનાવવા માટે કેમ આગ્રહ કરી રહી છે? હવે સમજીએ...

પ્રશ્ન: ડિજિટલ હેલ્થ કાર્ડ એટલે કે ABHA કાર્ડ શું છે?
જવાબ: આ એક પ્રકારનું આઈડી કાર્ડ છે, જે તમારું ડિજિટલ ઓળખપત્ર પણ છે. આ કાર્ડમાં તમારા મેડિકલ રેકોર્ડ સેવ થશે એટલે કે તમારી તમામ મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએ ડિજિટલ રીતે સાચવવામાં આવશે. ઘણીવાર લોકો જૂના મેડિકલ રિપોર્ટ અથવા તેને સંબંધિત ડોક્યુમેન્ટસ ગુમાવી દે છે અથવા ઘરની બહાર નીકળતી વખતે તેને લઈ જવાનું ભૂલી જાય છે. આ સમસ્યાઓના સમાધાન સ્વરુપે આ કાર્ડ તમારી આખી મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ રીતે સાચવી રાખશે, જે જરૂરિયાતના સમયે તેમના માટે ઉપયોગી સાબિત થશે.

પ્રશ્ન: ABHA CARD માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ:
જે લોકો પોતાના મેડિકલ રેકોર્ડને ઇલેક્ટ્રોનિક રીતે સુરક્ષિત રાખવા માગે છે, તે તમામ તેના માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન: ABHA CARD કેવી રીતે બનાવી શકો છો?
જવાબ:
આ માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

  • સૌથી પહેલા આયુષ્યમાન ડિજિટલ હેલ્થ મિશન (Ayushman Digital Health Mission)ની વેબસાઈટ પર જાવ.
  • હવે હોમ પેજ પર Create Your ABHA Numberના ઓપ્શન પર ક્લિક કરો.
  • ABHA Number જનરેટ કરવા માટે બે વિકલ્પો દેખાશે, જે તમને યોગ્ય લાગે તેને પસંદ કરો.
  • આધાર નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પર ક્લિક કરો અને આગળના પેજ પર તે નંબર દાખલ કરીને સબમિટ કરો.
  • રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ OTP નાખીને ABHA Cardની એપ્લિકેશન ભરો.
  • અરજીમાં પુછાયેલી માહિતી આપ્યા બાદ તેને સબમિટ કરી દો. ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરો.
  • My Account પર ક્લિક કરો. આપવામાં આવેલ ઓપ્શન પરથી Edit Profile પર ક્લિક કરો અને ફોટો અપલોડ કરો.
  • હવે સબમિટ પર ક્લિક કરો, પછી તમારું ABHA Card બનાવવામાં આવશે.
  • તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

પ્રશ્ન: આ કાર્ડ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ કામ આવશે કે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ?
જવાબ: આ કાર્ડ સરકારી અને પ્રાઈવેટ બંને જ હોસ્પિટલમાં કામ આવશે. ફક્ત એટલું જ નહી ડૉક્ટરની પ્રાઈવેટ ક્લિનીકમાં પણ તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકશો.

પ્રશ્ન: ડોક્ટર્સ કે હેલ્થ પ્રોફેશનલ્સ દર્દીની મંજૂરી વિના તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકશે?
જવાબ:
ના. મેડિકલ હિસ્ટ્રી જોવા માટે ડૉક્ટર કે હેલ્થ પ્રોફેશનલ્સે દર્દીની પરમિશન લેવી પડશે. આ માટે તેમણે દર્દીના ABHA Card કે OTPની જરુર પડશે. તેના કારણે દર્દીની પ્રાઈવસી જળવાઈ રહેશે.

પ્રશ્ન: ABHA Cardથી તમારી મેડિકલ હિસ્ટ્રી રીડ કરી શકાશે?
જવાબ:
ABHA Card બનાવવા પર તમને 14 આંકડાનો આઈડી નંબર મળશે. આ સાથે જ તેમાં QR કોડ પણ હશે. જેને સ્કેન કરીને તમે દર્દીની મેડિકલ હિસ્ટ્રી જાણી શકો છો.

પ્રશ્ન: આ કાર્ડથી સંબંધિત કોઈ એપ છે કે નહી?
જવાબ:
હા છે. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે ABHA એપ પ્લે સ્ટોર પર હાજર છે, જેને પહેલા NDHM હેલ્થ રેકોર્ડસ એપના નામથી ઓળખવામાં આવતી હતી.

જાણવા જેવું
ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે, ABHA Card એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ અને આયુષ્યમાન કાર્ડ એક જ છે કે અલગ-અલગ? બંનેમાં શું ફરક છે?
આ બંને એપ એક નથી તો ચાલો આ બંને વચ્ચેનો ફરક શું છે? તે જાણી લઈએ

આયુષ્યમાન કાર્ડ

  • આ એક હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ છે.
  • આયુષ્યમાન કાર્ડ ફક્ત ગરીબ લોકો માટે છે.
  • તે સારવાર સમયે આર્થિક મદદ પણ કરે છે.
  • આ કાર્ડના માપદંડ શહેરી અને ગ્રામીણ બંને લોકો માટે અલગ-અલગ છે.

ABHA Card

  • આ એક ડિજિટલ હેલ્થ એકાઉન્ટ કાર્ડ છે.
  • કોઈપણ ભારતીય નાગરિક તેને બનાવા શકશે.
  • મેડિકલ એટલે કે હેલ્થ ડેટા જોવામાં અને શેર કરવામાં કામ આવે છે.
  • આ કાર્ડ માટે કોઈ માપદંડ કોણ નક્કી કરી શકે છે.