• Gujarati News
  • Utility
  • Oil India Ltd Announces Recruitment For 120 Posts Of Junior Assistant, 12 Pass Candidates Apply By Tomorrow

સરકારી નોકરી:ઓઈલ ઇન્ડિયા લિમિટેડે જુનિયર અસિસ્ટન્ટની 120 જગ્યા પર ભરતી જાહેર કરી, 12 પાસ કેન્ડિડેટ્સ આવતીકાલ સુધીમાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ હોવી જોઈએ.
  • કેન્ડિડેટ્સને દર મહીને ગ્રેડ 3 હેઠળ 26,600 રૂપિયાથી લઈને 90 હજારનો પગાર મળશે

ઓઈલ ઇન્ડિયા લિમિટેડે જુનિયર અસિસ્ટન્ટની અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 120 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 120

કેટેગરીસંખ્યા
જનરલ54
SC8
ST14
OBC32
EWS12

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ માન્ય બોર્ડમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં 40% માર્ક્સ સાથે 10+2 પાસ હોવા જોઈએ. સાથે જ કેન્ડિડેટ્સ પાસે ઓછામાં ઓછા 6 મહિના માટે કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ હોવું જોઈએ. MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટનું નોલેજ હોવું જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 15 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)ને આધારે કરવામાં આવશે.

સેલરી
કેન્ડિડેટ્સને દર મહીને ગ્રેડ 3 હેઠળ 26,600 રૂપિયાથી લઈને 90 હજારનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ અને OBC: 200 રૂપિયા
SC/ST/EWS/દિવ્યાંગ/ભૂતપૂર્વ સૈનિક: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 15 ઓગસ્ટ સુધી ઓઈલ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ oil-india.com પર અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...