તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Oil India Limited Seeks Application From Standard 12 Pass Candidate For 120 Posts Of Junior Assistant, Apply Before 15th August

સરકારી નોકરી:ઓઈલ ઈન્ડિયા લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની 120 જગ્યા માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પાસે અરજી માગી, 15 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને ગ્રેડ 3 હેઠળ 26,600 રૂપિયાથી લઈને 90,000 સુધીનો પગાર મળશે

ઓઈલ ઇન્ડિયા લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની અલગ-અલગ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 120 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા પર અપ્લાય પ્રોસેસ 1 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ oil-india.com દ્વારા અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ સરકારી માન્ય બોર્ડમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં 40% માર્ક્સ સાથે 10+2 પાસ હોવા જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 6 મહિનાનું કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડીપ્લોમા કે સર્ટીફિકેટ હોવું જોઈએ. MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટનું નોલેજ પણ હોવું જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC-ST કેટેગરી માટે 18થી 35 વર્ષ ઉંમરે અને OBC માટે ઉંમર 18થી 33 વર્ષ નક્કી કરી છે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 15 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)ને આધારે કરવામાં આવશે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને ગ્રેડ 3 હેઠળ 26,600 રૂપિયાથી લઈને 90,000 સુધીનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ અને OBC: 200 રૂપિયા
SC/ST/EWS/દિવ્યાંગ/ભૂતપૂર્વ સૈનિક: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 15 ઓગસ્ટ સુધી ઓઈલ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ oil-india.com દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.