તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Office Assistant Preliminary Exam Score Card Announced, Card Can Be Downloaded From Ibps.in; The Main Exam Will Be Taken On February 20

IBPS RRB 2020:ઓફિસ અસિસ્ટન્ટ પ્રારંભિક પરીક્ષાના સ્કોર કાર્ડ જાહેર, ibps.in પરથી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે; 20 ફેબ્રુઆરીએ મેઈન એક્ઝામ લેવામાં આવશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS)એ RRB ઓફિસ અસિસ્ટન્ટ (મલ્ટીપર્પઝ) પ્રી-પરીક્ષાના સ્કોર કાર્ડ જાહેર કરી દીધા છે. ઈન્સ્ટિટ્યૂટે સ્કોર કાર્ડ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર સ્કોર કાર્ડ ડાઉનલોડના પેજને એક્ટિવ કરી દીધું છે. પરીક્ષામાં સામેલ ઉમેદવારો ઈન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઈટ ibps.in દ્વારા તેમનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

2 અને 4 જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી
IBPS RRB ઓફિસ અસિસ્ટન્ટ પ્રીલિમ્સ પરીક્ષા 2020 દેશના મુખ્ય શહેરોમાં બનાવવામાં આવેલા વિવિધ કેન્દ્રો પર 2 અને 4 જાન્યુઆરીએ 2021ના રોજ લેવામાં આવી હતી. ઈન્સ્ટિટ્યૂટે 21 જાન્યુઆરીએ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. ઉમેદવારોને રિઝલ્ટ ચેક કરવા માટે 28 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

20 ફેબ્રુઆરી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે
પ્રારંભિક પરીક્ષા બાદ હવે 20 ફેબ્રુઆરીએ IBPS ઓફિસ અસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં તે જ ઉમેદવારો સામેલ થશે જે પ્રીમિલ્સ પરીક્ષામાં સફળ જાહેર કરવામાં આવ્યા છે. તેમના માટે એડમિટ કાર્ડ IBPSની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેને પરીક્ષાના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

એક્ઝામ પેટર્ન
IBPS ઓફિસ અસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપની હશે. પરીક્ષામાં રિઝનિંગ, કમ્પ્યુટર નોલેજ, જનરલ અવેયર્સ, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા અને આંકડાકીય પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે.