તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Offers Of The Week|Discount Of Up To 51 Thousand Rupees On Apple, Samsung And Vivo Smartphone Heavy Discounts On Bajaj Pulsar Too

ઓફર ઓફ ધ વીક:આ અઠવાડિયે એપલ-સેમસંગ અને વિવોના મોંઘા ફોન પર 51 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે; પલ્સર બાઈકની ખરીદી પણ ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આઈફોન 11 પ્રો 80 હજાર રૂપિયામાં મળી રહ્યો છે, 16 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને કેશબેક પણ મળશે
 • સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ 55 હજાર રૂપિયામાં મળશે, તેના પર 16 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સાથે કેશબેક મળશે

ફેસ્ટિવ સીઝનમાં લોકો મન મૂકીને ખરીદી કરતા હોય છે. ટેક અને ઓટો કંપનીઓ આ અવસરે અનેક ઓફર લઈને આવી રહી છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેથી સેલ્સ વધારી શકાય. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ ફેસ્ટિવ સેલ્સ શરૂ થઈ ગયો છે.

જો તમે પણ ફેસ્ટિવ સીઝનમાં નવું વ્હીકલ કે ગેજેટ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો એક વાર અમે તૈયાર કરેલા લિસ્ટ પર નજર કરી લો.

ટેક સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ
1. વિવો V20 (128GB): 23 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • ફ્લિપકાર્ટ પર ફોન 24,990 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે ફોનનાં 128GB મોડેલની કિંમત 27,990 રૂપિયા છે.
 • આ સિવાય ઈ-કોમર્સ સાઈટ પર ફોન પર 18,900 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને SBI ક્રેડિટ કાર્ડ પર 1750 રૂપિયા અને ડેબિટ કાર્ડ પર 1250 રૂપિયાનું કેશબેક મળે છે. જોકે એક્સચેન્જ બોનસની રકમ જૂનાં ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.
 • ફોનમાં 8GB રેમ, 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ, 44MPનો ફ્રન્ટ કેમેરા, 4000mAhની બેટરી અને સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે.

2. આઈફોન XR (64GB): 32 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • એપલની ઓફિશિયલ સાઈટ પર 64GB મોડેલની કિંમત 47,900 રૂપિયા છે, પંરતુ ફ્લિપકાર્ટ પર તે 37,999 રૂપિયામાં મળી રહ્યો છે.
 • ઈ કોમર્સ સાઈટ પર ફોન પર 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. (જોકે એક્સચેન્જ બોનસની રકમ જૂનાં ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.)
 • SBIનાં ક્રેડિટ કાર્ડ પર 1750 રૂપિયા અને ડેબિટ કાર્ડ પર 1250 રૂપિયા સુધીનું કેશબેક પણ મળે છે.
 • આ મોડેલમાં 64GB સ્ટોરેજ, 6.1 ઈંચની ડિસ્પ્લે, 12MPનો સિંગલ રિઅર કેમેરા અને 7MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તેમાં એપલનું A12 બાયોનિક ચિપસેટ મળે છે.

3. આઈફોન SE (64GB): 32 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • ફ્લિપકાર્ટ પર તેનાં 64GB મોડેલની કિંમત 27,999 રૂપિયા છે. જોકે ફોનની વાસ્તવિક કિંમત 42,500 રૂપિયા છે.
 • સાઈટ પર 16,400 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. (જોકે એક્સચેન્જ બોનસની રકમ જૂનાં ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.)
 • આ સિવાય SBIનાં ક્રેડિટ કાર્ડ પર 1750 રૂપિયા અને ડેબિટ કાર્ડ પર 1250 રૂપિયા સુધીનું કેશબેક પણ મળે છે.
 • ફોનમાં 4.7 ઈંચની રેટિના HD ડિસ્પ્લે, 12MPનો ફ્રન્ટ કેમેરા, 7MPનો સેલ્ફી કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

4. આઇફોન 11 પ્રો (64GB): 44,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • ઓફિશિયલ વેબસાઇટ પર આ ફોન અત્યારે અવેલેબલ નથી. પરંતુ ફ્લિપકાર્ટ પર 11 પ્રોનું 64GB મોડેલ 79,999 રૂપિયામાં મળી રહ્યું છે. જોકે, ઇ-કોમર્સ સાઇટ પર ફોનની વાસ્તવિક કિંમત 1,06,600 રૂપિયા જણાવવામાં આવી છે.
 • જૂનો ફોન એક્સચેન્જ કરવા પર ફ્લિપકાર્ટ 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. (એક્સચેન્જ બોનસની રકમ જૂનાં ફોનની કન્ડિશન અને મોડેલ પર આધારિત રહેશે.)
 • આ ઉપરાંત, SBI ક્રેડિટ કાર્ડ પર 1,750 રૂપિયા સુધી અને ડેબિટ કાર્ડ પર 1,250 રૂપિયા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
 • ફોનમાં 5.8 ઇંચની ડિસ્પ્લે, 12MPના ત્રણ રિઅર કેમેરા, 12MPનો ફ્રન્ટ કેમેરા, A13 બાયોનિક ચિપસેટ છે.

5. સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ (256GB): 46,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન ગેલેક્સી નોટ 10 પ્લસનું 256GB મોડેલ 54,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, ફોનની વાસ્તવિક કિંમત 85,000 રૂપિયા છે.
 • સાઇટ પર 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. (એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધારિત રહેશે.)
 • ફોનમાં 6.8 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે, 12MPનો ક્વૉડ રિઅર કેમેરા, 10MPનો ફ્રન્ટ કેમેરા, 4300mAhની બેટરી મળશે.

6. સેમસંગ ગેલેક્સી S20+ (128GB): 51,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

 • સેમસંગનો ફ્લેગશિપ ફોન ગેલેક્સી S20+ ફ્લિપકાર્ટ અને ઓફિશિયલ સાઇટ બંને પર લગભગ 33 હજાર રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. ફોનની વાસ્તવિક કિંમત 83,000 રૂપિયા છે. પરંતુ તે આ બંને જગ્યાએ 49,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
 • ફ્લિપકાર્ટ ફોન પર 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપી રહ્યું છે. આ ઉપરાંત, SBI ક્રેડિટ કાર્ડ પર 1,750 રૂપિયા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. (એક્સચેન્જ બોનસની રકમ, જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધારિત રહેશે.)
 • ફોનમાં 8GB રેમ, 128GB સ્ટોરેજ, 64MPનો ક્વૉડ રિઅર કેમેરા, 10MPનો ફ્રન્ટ કેમેરા અને 4500mAhની બેટરી મળશે. ફોન એક્સીનોસ 990 પ્રોસેસર પર કામ કરે છે અને તેમાં સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

ઓટો સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ
1. બજાજની બાઈક પર 3 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

મોડેલમોડેલકિંમત(રૂ. માં)ડિસ્કાઉન્ટ (રૂ. માં)
પ્લેટિના 100 ESડ્રમ586051600
પ્લેટિના 100 ESડિસ્ક608262800
પ્લેટિના110 Hગિયર ડિસ્ક630272500
પલ્સર125ડ્રમ721222500
પલ્સર 125સ્પ્લિટ સીટ ડ્રમ732743000
પલ્સર125ડિસ્ક769222000
પલ્સર 125
સ્પ્લિટ સીટ ડિસ્ક
802182000

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો