તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Obese People Have The Highest Risk Of Corona; Start The Day With Hot Water To Lose Weight, Know What Else To Look Out For

આ રીતે વજન ઘટાડવું:મેદસ્વી લોકોને કોરોનાનું સૌથી વધુ જોખમ; વજન ઘટાડવા માટે ગરમ પાણીથી દિવસની શરૂઆત કરવી, જાણો, બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસની વચ્ચે કંઈકને કંઈક ખાતા રહેવું, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- તેનાથી મેટાબોલિઝ્મ સારું રહેશે અને ઝડપથી ચરબી ઘટાડે છે
  • વજન ઓછું કરવામાં 80% મદદ કરે છે ડાયટ, જ્યારે તેમાં વર્કઆઉટનો હિસ્સો માત્ર 20% હોય છે

કોરોનાવાઈરસના કારણે લોકો લાંબા સમયથી ભાગ્યે જ ઘરની બહાર જાય છે. આવી સ્થિતિમાં લોકોનું વજન વધી ગયું છે. લોકડાઉનનાં કારણે ઘણા લોકો મેદસ્વિતાનો ભોગ પણ બન્યા છે. તેનું કારણ આપણા રૂટિનમાં ફેરફાર અને વારંવાર ખાવાની આદત છે. હવે જ્યારે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો આપણે આપણા પેટ તરફ પણ ધ્યાન આપવું પડશે, કેમ કે, આ મેદસ્વિતા ઘણી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, 1975થી લઈને અત્યાર સુધીમાં વિશ્વમાં મેદસ્વિતામાં ત્રણ ગણો વધારો થયો છે. 2019માં કરવામાં આવેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં 13.5 કરોડથી વધુ લોકો મેદસ્વી છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, 30થી ઉપર બોડી માસ ઈન્ડેક્સને મેદસ્વી માનવામાં આવે છે, આવા લોકોને કોવિડ-19 થવાનું જોખમ વધારે છે. CDCના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાનો સામનો કરી રહેલા લોકોને સામાન્ય લોકોની સરખામણીએ હાઈ બલ્ડ પ્રેશર (હાઈપરટેન્શન), ટાઈપ-2 ટાયાબિટીસ, કોરોનરી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ગોલ બ્લેડર સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધારે રહે છે.

શું તમે જાણો છો કે માત્ર ખાવાથી પણ વજન ઓછું થઈ શકે છે?
ભોપાલમાં ડાયેટિશિયન અંજૂ વિશ્વકર્માના જણાવ્યા પ્રમાણે, જો તમે પ્રામાણિકપણે ડાયટ પ્લાનને ફોલો કરો છો તો તમે ફેટ અને વજનને સરળતાથી ઓછું કરી શકો છો. તેના માટે તમારે કોઈ દવાઓની જરૂર નથી. તેમાં 80% હિસ્સો આપણી ડાયટનો હોય છે, જ્યારે 20% વર્કઆઉટ હોય છે.

એક્સપર્ટ અનુસાર ખાવાપીવામાં આ ફેરફાર કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળશે...
સવારે ગરમ પાણીથી શરૂઆત કરો: સૌ પ્રથમ ડિટોક્સિફિકેશન પર ધ્યાન રાખો. તેના માટે ગરમ પાણી લો. તેમાં તમે જીરું અને અજમો પણ ઉમેરી શકો છો. તેનાથી મેટાબોલિઝ્મ પણ સારું રહે છે. તમારું મેટોબોલિઝ્મ સારું હશે તો શરીરનું ફેટ ઝડપથી ઓછું થશે. તેના માટે બને તો ગ્રીન ટી અથવા લેમન ટીનું સેવન કરો.

હાઈ પ્રોટીન નાસ્તો: એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સવારનો નાસ્તો હંમેશા પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. તમે સ્પ્રાઉટ્સ અથવા પનીર લઈ શકો છો. જો તમે નોનવેજીટેરિયન છો તો ઈંડાનો સફેદ ભાગ લઈ શકો છો. જો તમને કાર્બ જોઈએ છે તો ઉપમા લઈ શકાય છે. નાસ્તાના 2 કલાક પછી તમે કોઈ ફ્રૂટ લઈ શકો છો, તેમાં કેળું, કેરી અને દ્રાક્ષ સામેલ ન કરો. સફરજન અને જામફળ લઈ શકાય છે.

ફાઈબરયુક્ત લંચ લો: એક્સપર્ટ લંચમાં હાઈ ફાઈબર લેવાની સલાહ આપે છે. સૌ પ્રથમ સલાડ ખાઓ. ત્યારબાદ 1 વાટકી દાળ લો. ભોજનમાં લીલા અને પાંડદાવાળા શાકભાજીનો ઉપયોગ કરો. દૂધી અને ગલકામાં હાઈફાઈબર અને એન્ટિઓક્સીડન્ટ્સ હોય છે. ભોજનમાં 1 અથવા 1 રોટલી જ લો. મલ્ટિગ્રેન અથવા ચોકોરયુક્ત ઘઉં અથલા જુવાર-બાજરીને પણ સામેલ કરો. બની શકે તો શાકભાજી ભેળવી ઓટ્સ અથવા ઘઉંના ફાળાનું સેવન કરો.

રાતે હળવો ખોરાક લો: જો તમારે વજન ઓછું કરવું છે તો રાતે ડિનરમાં હળવું ભોજન લો. એક વાટકી શાકભાજી અને ફાળા લઈ શકાય છે. સૌ પ્રથમ સલાડનું સેવન કરો. વેજિટેબલ ઓટ્સ અને કોઈ શાકનું સૂપ પણ લઈ શકાય છે. તમે દાળનો પણ ઉપયોગ કરી શકો છો. 1 વાટકી સલાડ અથવા બોઈલ્ડ શાકભાજીનું સેવન કરો. તેનાથી કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને એન્ટિઓક્સીડન્ટ્સ મળે છે.

ઉઠ્યા બાદ સૂતા પહેલાં ગરમ પાણી પીઓ
દિવસની શરૂઆત હૂંફાળું પાણી પીને કરી હતી તો દિવસનો અંત પણ ગરમ પાણીથી જ કરવાનો છે. એકથી બે ગ્લાસ ગરમ પાણી પીઓ. શરીરનું ડિટોક્સિફિકેશન કરવા માટે દિવસ દરમિયાન 4-5 લિટર પાણી પીઓ. તેનાથી ચરબી પણ ઝડપથી ઓછી થાય છે. પોતાને હાઈડ્રેટ રાખવા માટે મઠો, છાશ, દહીં, લસ્સીનો ઉપયોગ કરો અને આલ્કોહોલ અને ધૂમ્રપાન કરવાનું ટાળો. એક્સપર્ટ્સ કોફી અને ચા ઘટાડવાની પણ સલાહ આપે છે.

વચ્ચે થોડું-થોડું ખાવાથી આપણું મેટાબોલિઝમ સારું થઈ જાય છે. દિવસ દરમિયાન કંઈક ખાવાનો પ્રયત્ન કરો. આ સમય દરમિયાન કાકડી, સ્પ્રાઉટ્સ ખાઈ શકાય. લંચ પછી ગ્રીન ટી અથવા લેમન ટી લો. આ સિવાય તમે ફ્રૂટ્સ પણ લઈ શકો છો. પરંતુ કેળાં, દ્રાક્ષ અને કેરી ખાવાનું ટાળો.

એક્સર્સાઇઝ પણ મદદગાર સાબિત થઈ શકે છે

નિયમિત ફિઝિકલ એક્ટિવિટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે તમે વજન ઓછું કરવા અથવા તેને નિયંત્રિત કરવાનું વિચારતા હો ત્યારે ઉપયોગી સાબિત થાય છે.

CDCના જણાવ્યા મુજબ, વજન ઓછું કરતી વખતે વધુ ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાનો અર્થ વધારે કેલરી બર્ન કરવાનો છે. ઓછું ખાવાને લીધે તમને ઓછી કેલરી મળે છે અને જ્યારે તમે કસરત કરો અથવા કોઈ શારીરિક પ્રવૃત્તિ કરો ત્યારે કેલરી બળી જાય છે. જો આ બંને કામો એક સાથે કરવામાં આવે તો વજન ઓછું થઈ શકે છે.

આટલું જ નહીં, ફિઝિકલ એક્ટિવિટી તમારા હૃદય રોગ અને ડાયાબિટીઝનું જોખમ પણ ઘટાડે છે. એક્સપર્ટ્સના મતે, જો તમે ઘરની બહાર ન નીકળી શકો તો પછી તમે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ઝુમ્બા, ડાન્સ અથવા એરોબિક્સ જેવી કસરતોની મદદ લઈ શકો છો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો