તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Nurse Trainee Recruitment 2021: 83 Vacancies For Proficiency Nurse Trainee Posts, Steel Authority Of India Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં પ્રોફિશિયન્સી નર્સ ટ્રેનીની જગ્યા માટે અપ્લાય કરો, સિલેક્શન ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ કાલે એટલે કે 17 મેના રોજ પૂરી થઈ જશે
  • કેન્ડિડેટ્સની ઉંમર 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL)એ પ્રોફિશિયન્સી નર્સ ટ્રેનીની 83 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ કાલે એટલે કે 17 મેના રોજ પૂરી થઈ જશે. જે પણ કેન્ડિડેટ્સ હજુ સુધી અરજી કરી શક્યા નથી તેઓ કાલ સુધીમાં અપ્લાય કરી શકે છે.

લાયકાત
ઉમદેવારે Bsc નર્સિંગમાં ડિગ્રી કે ડીપ્લોમા કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ. રીઝર્વ કેટેગરીને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 8 હજાર રૂપિયા સ્ટાઈપેંડ તરીકે આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 3 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 મે

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યૂનું શેડ્યુલ ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 3 મેથી 17 મે સુધીમાં અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.