તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NTPC Invites Applications For Various Posts Including Senior Executive, Last Date To Apply Online 15th April

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:NTPCએ સિનિયર એક્ઝિક્યૂટિવ સહિત વિવિધ પોસ્ટ્સ માટે અરજીઓ માગી, ઓનલાઇન અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 15 એપ્રિલ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)એ એક્ઝિક્યૂટિવ, સિનિયર એક્ઝિક્યૂટિવ અને સ્પેશિયાલિસ્ટની 35 પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ, આ પોસ્ટ્સ પર નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે. જે ઉમેદવારોએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે તેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અપ્લાય કરી શકશે.
પોસ્ટની સંખ્યા - 35

પોસ્ટસંખ્યા
એક્ઝિક્યૂટિવ (સેફ્ટી)25
એક્ઝિક્યૂટિવ (IT ડેટા સેન્ટર/ડેટા રિકવરી)8
સિનિયર એક્ઝિક્યૂટિવ (સોલર)1
સ્પેશિયાલિસ્ટ (સોલર)1

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ પર અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જરૂરી છે. એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે 3 વર્ષનો અનુભવ અને સિનિયર એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે 10 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. આ ઉપરાંત, 18 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો સ્પેશિયાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરી શકશે.

વયમર્યાદા
એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય 35 વર્ષ, સિનિયર એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે મહત્તમ વય 45 વર્ષ અને સ્પેશિયાલિસ્ટની પોસ્ટ માટે મહત્તમ ઉંમર 55 વર્ષ હોવી જોઈએ.

એપ્લિકેશન ફી
જનરલ, OBC અને EWS -
300 રૂપિયા
SC, ST, વિકલાંગ અને મહિલા - કોઈ ચાર્જ નહીં

આ રીતે અપ્લાય કરો
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની આ પોસ્ટ્સ માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.ntpc.co.in પર જઇને એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો