• Gujarati News
  • Utility
  • NTPC Has Announced Recruitment For A Total Of 60 Posts, Candidates Will Be Able To Apply Till March 21

સરકારી નોકરી:NTPCએ કુલ 60 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, ઉમેદવારો 21 માર્ચ સુધી અરજી કરી શકશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે એક્ઝિક્યુટિવ ટ્રેનીની 60 જગ્યાઓ પર વેકેન્સી બહાર પાડી છે. આ પદો પર ભરતી પ્રક્રિયા 7 માર્ચથી શરૂ થશે. તેમજ અરજી જમા કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. યોગ્ય ઉમેદવારો ભરતીની લિંક એક્ટિવ થયા પછી એનટીપીસીની ઓફિશિયલ વેબસાઈટ www.ntpc.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

વેકેન્સી ડિટેલ્સ
આ ભરતી અભિયાન હેઠળ કુલ 60 પદોમાંથી 20 જગ્યાઓ ET ફાયનાન્સ CA/CMA પદ માટે છે. 10 ET ફાયનાન્સ, MBA ફાયનાન્સ અને 30 જગ્યાઓ ET HR માટે છે.

વય મર્યાદા
અરજી જમા કરવાની છેલ્લી તારીખના અનુસાર, ઉમેદવારોની મહત્તમ ઉંમર 29 વર્ષની હોવી જોઈએ. જો કે, આરક્ષિત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો પ્રમાણે છૂટ આપવામાં આવશે.

આ રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઈટ- ntpc.co.in પર ક્લિક કરવું.
  • હોમપેજ પર રિક્રૂટમેન્ટ ટેબ પર ક્લિક કરો અને પછી તે નોટિફિકેશન પર ક્લિક કરો.
  • તમારું રજિસ્ટ્રેશન શરૂ કરો અને પછી અરજી ફોર્મ ભરવા માટે લોગઈન કરો.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ મહત્ત્વપૂર્ણ ડિટેલ્સ આપો અને ડોક્યુમેન્ટ્સને પણ અપલોડ કરો.
  • જો લાગુ હોય તો નોંધણી ફી ચૂકવો અને પછી સબમિટ પર ક્લિક કરો.
  • આગળની જરૂરિયાત માટે ફોર્મની પ્રિન્ટ લેવાની ન ભૂલવી.