તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • NTA To Close Application Fees Window Today, Examination To Be Held On 22nd And 27th Of February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMAT 2021:પરીક્ષા માટે એપ્લિકેશન ફી સબમિટ કરવાનો આજે છેલ્લો દિવસ, 22 અને 27 ફેબ્રુઆરીએ યોજાશે પરીક્ષા

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

CMAT (કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ), 2021ની એપ્લિકેશન ફી જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. NTAના નિર્દેશ પ્રમાણે, સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન મોડમાં CMAT 2021ની એપ્લિકેશન ફી જમા કરાવી શકે છે. NTAએ હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ બંધ હોવાને કારણે ફી ન ભરી શકતા ઉમેદવારો માટે વિન્ડો ફરી ઓપન કરી છે.

22 અને 27 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે
આ વર્ષે CMAT 22 અને 27 ફેબ્રુઆરીએ ઓનલાઈન મોડમાં આયોજન કરવામાં આવશે. પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે. પ્રથમ શિફ્ટ સવારે 9થી 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી સાંજે 9 વાગ્યે પૂરી થશે.

એપ્લિકેશન ફી
પુરૂષ ઉમેદવાર: 2000 રૂપિયા
SC, ST, PWD, ટ્રાન્સજેન્ડર: 1000 રૂપિયા

આ રીતે ફી સબમિટ કરો

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cmat.nta.nic.in પર જાઓ.
 • એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સિક્યોરિટી પિન સબમિટ કરો.
 • હવે સાઈન ઈન બટન પર ક્લિક કરો.
 • ત્યારબાદ ‘Application fee payment' પર ક્લિક કરો.
 • હવે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગના માધ્યમથી ફી સબમિટ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો