તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • NTA Starts Application Process For Hotel Management Entrance Exam, Application Deadline Is May 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NCHM JEE 2021:NTAએ હોટલ મેનેજમેન્ટ એન્ટ્રન્સ એક્ઝામ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી, અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NCHM JEE) 2021 માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. આ કોર્સ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nchmjee.nta.nic.in પર જઇને અપ્લાય કરી શકે છે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે નક્કી કરવામાં આવી છે.

12 જૂને પરીક્ષા લેવામાં આવશે
એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન માટે એજન્સી 12થી 16 મે સુધી કરેક્શન વિંડો ખોલશે. NTA 12 જૂનના રોજ કમ્પ્યૂટર બેઝ્ડ મોડમાં વિવિધ કેન્દ્રો પર NCHM JEE પરીક્ષા લેશે. આ પરીક્ષાનો કુલ સમય ત્રણ કલાકનો રહેશે. ઉમેદવારોએ અરજી ફી તરીકે 1,000 રૂપિયા જમા કરાવવાના રહેશે. રિઝર્વ કેન્ડિડેટ માટે આ ફી 450 રૂપિયા છે.

એપ્લિકેશન કરવાની પ્રોસેસ

 • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ nchmjee.nta.nic.in પર જાઓ.
 • હોમપેજ પર 'ન્યૂ રજિસ્ટ્રેશન' માટેની લિંક પર ક્લિક કરો.
 • પછી 'ક્લીક ટૂ ટુ પ્રોસીડ' પર ક્લિક કરો.
 • હવે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
 • એપ્લિકેશન ફી જમા કરાવીને સબમિટ પર ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો