JEE Main 2021:ચોથા ફેઝની પરીક્ષા માટે NTAએ ફરીથી એપ્લિકેશન વિન્ડો ઓપન કરી,11 ઓગસ્ટ સુધીમાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોથા ફેઝ માટે કુલ 7.32 લાખ કેન્ડિડેટ્સ પહેલેથી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે
  • ઓનલાઈન ફી સબમિટ કરવાની તારીખ પણ 11 ઓગસ્ટ કરી છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE Main 2021ના ચોથા ફેઝની પરીક્ષા માટે ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ફરીથી ઓપન કરી છે. એજન્સીએ કેન્ડિડેટ્સની માગને ધ્યાનમાં રાખીને JEE Main 2021ની મે સેશનની પરીક્ષા માટે એપ્લિકેશન પરત લેવા કે પછી ફરીથી અપ્લાય કરવાનો મોકો આપવાનો નિર્ણય કર્યો છે.

11 ઓગસ્ટ સુધી એપ્લિકેશન વિન્ડો ઓપન રહેશે
હવે કેન્ડિડેટ્સ પેપર 2A(B.Arch.)/પેપર 2B(B.Planing) અને પેપર-1 B.E/B.Tech માટે બુધવાર, 11 ઓગસ્ટ(રાતે 9 વાગ્યા) સુધી અરજી કરી શકે છે. આ ઉપરાંત એક્ઝામ માટે ઓનલાઈન ફી સબમિટ કરવાની તારીખ 11 ઓગસ્ટ કરી છે. ચોથા ફેઝ માટે કુલ 7.32 લાખ કેન્ડિડેટ્સ પહેલેથી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

આ વર્ષે ચાર વાર પરીક્ષા લેવાઈ રહી છે
કોરોનાને લીધે મોકૂફ રહેલી JEE Main 2021ની મે સેશનની પરીક્ષા હવે 26,27,31 ઓગસ્ટ અને 1 તથા 2 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ વર્ષે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન 4 ફેઝમાં કર્યું છે. આ હેઠળ પ્રથમ અને બીજા ફેઝની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાઈ ગઈ છે. એપ્રિલ સેશનની પરીક્ષા જુલાઈમાં લેવામાં આવી હતી.

એક્ઝામ સેન્ટરની સંખ્યામાં વધારો થયો
મહામારીને ધ્યાનમાં રાખીને NTAએ પરીક્ષા કેન્દ્રો પણ 232થી વધારીને 334 કરી છે. જે કેન્ડિડેટ્સ એક્ઝામ સેન્ટર બદલવા ઈચ્છે છે, તેઓ બદલી શકે છે. કોરોના મહામારીને લીધે NTAએ JEE Mainના ત્રીજા અને ચોથા સેશનની એક્ઝામ મોકૂફ રાખી હતી.