તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • NTA Postponed Common Admission Test, Took Decision After Change In Exam Pattern, Application Window Opened Again Till Feb 25

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMAT 2021:NTAએ કોમન એડમિશન ટેસ્ટ મુલતવી રાખી, પરીક્ષામાં પેટર્ન બદલવાથી આ નિર્ણંય કર્યો, 25 ફેબ્રુઆરી સુધી ફરીથી એપ્લિકેશન વિન્ડો ઓપન થઈ

17 દિવસ પહેલા
 • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન એડમિશન ટેસ્ટ (CMAT) 2021 મુલતવી રાખી છે. એજન્સીએ આ વિશે નોટિફિકેશન જાહેર કરી છે. નોટિફિકેશન પ્રમાણે, કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ CMATની એક્ઝામ પેટર્નમાં ચેન્જ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ એન્ટ્રન્સ એક્ઝામમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપનો એક સેક્શન જોડવામાં આવ્યું છે. જો કે, વિદ્યાર્થીઓ માટે આ સેક્શન વૈકલ્પિક હશે. તેમાં 25 પ્રશ્નો હશે. પરીક્ષાની પેટર્નમાં ચેન્જ જોઈને NTAએ પરીક્ષા સ્થગિત કરી છે.

એજન્સીએ ફરીથી રજિસ્ટ્રેશન વિન્ડો ખોલી
એજન્સીએ હાલ પરીક્ષાની નવી તારીખો વિશે જોઈ જાણકારી આપી નથી. જો કે, આ પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાં કે એપ્રિલના પ્રથમ અઠવાડિયાંમાં આયોજિત થઇ શકે છે. પરીક્ષા સ્થગિત કરવાની સાથે એજન્સીએ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ ફરીથી શરૂ કરી દીધી છે. જે વિદ્યાર્થીઓ પહેલાં રજિસ્ટ્રેશન કરાવી શક્ય નહોતા તેઓ 25 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકે છે. એપ્લિકેશન ફી ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.

રજિસ્ટ્રેશન આ રીતે કરો:

 • સૌથી પહેલાં એક્ઝામ પોર્ટલ cmat.nta.nic.in પર જાઓ.
 • હોમ પેજ પર આપેલી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
 • નવા પેજ પર ન્યૂ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરી રજિસ્ટ્રેશન પેજ પર જાઓ.
 • અહીં પૂછેલી જાણકરી આપી રજિસ્ટ્રેશન કરી શકશો.
 • હવે અલોટ થયેલા એપ્લિકેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરી એપ્લિકેશન સબમિટ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો