• Gujarati News
  • Utility
  • NTA Opens Correction Window For Medical Entrance Exam, Candidates Will Be Able To Make Corrections In Application Form Till August 14

NEET- UG 2021:મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માટે NTAએ કરેક્શન વિન્ડો ઓપન કરી, 14 ઓગસ્ટ સુધી એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET- UG) 2021ના એપ્લિકેશન ફોર્મમાં સુધારા માટે કરેક્શન વિન્ડો ઓપન કરી છે. એપ્લિકેશનમાં સુધારો કરવા ઇચ્છતા કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર ફોર્મ સુધારી શકે છે. ઓનલાઈન કરેક્શન વિન્ડો 14 ઓગસ્ટ બપોરે વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ ડિટેલ્સમાં કરેક્શન કરી શકશે
કરેક્શન વિન્ડો દ્વારા કેન્ડિડેટ્સ પોતાના નામ, કોન્ટેક્ટ, એડ્રેસ ડિટેલ્સ, કેટેગરી, નેશનાલિટી, એજ્યુકેશન ડિટેલ, જન્મતારીખ વગેરેમાં સુધારો કરી શકશે. આ ઉપરાંત કેન્ડિડેટ્સ એક્ઝામ મીડિયમ અને એક્ઝામ સેન્ટર, શહેરની ચોઈસમાં પણ કરેક્શન કરી શકશે. કરેક્શન વિન્ડો બંધ થતા કેન્ડિડેટ્સ કોઈ પણ પ્રકારનો સુધારો નહીં કરી શકે.

12 સપ્ટેમ્બરના રોજ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે
આ વર્ષે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET) 2021નું આયોજન 12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. પરીક્ષા માટે 9 સપ્ટેમ્બરે એડમિટ કાર્ડ જાહેર થઈ શકે છે. પરીક્ષા સિંગલ શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટની વિઝિટ કરી શકો છો.