NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ આ વર્ષે થનારી UGC નેટની પરીક્ષા માટે જુનિયર રિસર્ચ ફેલોશિપની અધિકતમ ઉંમર સીમા વધારી છે. એજન્સીએ જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે આવેદન કરનારા ઉમેદવારોની ઉંમર સીમા વધારી 31 વર્ષની કરી છે. જોકે આ ફેરફાર માત્ર આ જ પરીક્ષા માટે માન્ય ગણાશે.
2મેથી પરીક્ષા શરૂ થશે
આ વિશે NTAએ કહ્યું કે, આ ઉંમર સીમા માત્ર આ વર્ષે થનારી પરીક્ષા માટે જ લાગુ થશે. આ પહેલાં JRF માટે મેક્સિમમ ઉંમર સીમા 30 વર્ષની હતી, આ વર્ષે તેમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ NTAએ UGC NET 2021ની તારીખો પણ જાહેર કરી છે. જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે આ પરીક્ષા 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 17 મે 2021ના રોજ થશે. આ પરીક્ષા અસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે આયોજિત કરવામાં આવે છે. અસિસ્ટન્ટ પ્રોફેસરની યોગ્યતા માટે કોઈ મેક્સિમમ એજ લિમિટ નથી.
02 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
UGC NET માટે જાહેર કરાયેલા નોટિફિકેશન સાથે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસસ પણ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ઉમેદવાર 2 માર્ચ સુધી તેની અરજી કરી શકે છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 3 માર્ચ છે. પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ મોડમાં આયોજિત કરાશે. પરીક્ષા સંબંધિત માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in પર વિઝિટ કરી શકો છો.
84 વિષયોમાં થશે NETની પરીક્ષા
NET/JRFની પરીક્ષામાં 2 પેપર હશે. તે સવારે અને સાંજે 2 શિફ્ટમાં થશે. પરીક્ષામાં પ્રથમ પેપર જનરલ નોલેજ, કરન્ટ અફેર્સ, ટીચિંગ અને જનરલ રિસર્ચ એપ્ટિટ્યુડ હશે, જ્યારે બીજુ પેપર સંબંધિત વિષયનું હશે. ઉમેદવાર 84 વિષયોમાં NETની પરીક્ષામાં NETની પરીક્ષા આપી શકે છે. UGC નેટ પરીક્ષાનું પ્રથમ પેપર 100 માર્ક્સનું હશે, જેમાં કુલ 50 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજુ પેપર 200 માર્ક્સનું હશે, જેમાં કુલ 100 સવાલ પૂછાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.