• Gujarati News
  • Utility
  • NTA Has Started The Registration Process For Central University Common Entrance Test 2021, The Examination Will Be Held From 15 To 24 September

CUCET 2021:NTAએ સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી, 15થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે પરીક્ષા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ મોડમાં યોજાશે
  • 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો અરજી કરી શકશે

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ CUCET (સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ) 2021 માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી છે. પરીક્ષામાં સામેલ થનારા ઈચ્છુક ઉમેદવારો 1 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર નક્કી કરાઈ છે. આ વર્ષે 15,16, 23 અને 24 સપ્ટેમ્બરે આ પરીક્ષા યોજાશે.

એપ્લિકેશન ફી
પરીક્ષા માટે અરજી કરનારા જનરલ/OBC/EWS ઉમેદવારોએ 800 રૂપિયાની ફી ભરવી પડશે. તો SC/ST/ટ્રાન્સજેન્ડર ઉમેદવારે 350 રૂપિયા આપવાના રહેશે. PWD ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નહિ રહે. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ મોડમાં થશે.

દેશની 12 સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન મળશે
દેશની 12 સેન્ટ્રલ યુનિવર્સિટીના ઈન્ટિગ્રેટેડ/અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસમાં એડમિશન માટે આ પરીક્ષા આયોજિત કરવામાં આવી રહી છે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે તમે NTAના હેલ્પ ડેસ્ક નંબર 011 40759000 પર કોલ કરી શકો છો અથવા cucet@nta.ac.in પર મેલ કરી શકો છો.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cucet.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર 'CU-CET 2021 રજિસ્ટ્રેશન'ની લિંક પર ક્લિક કરો.
  • ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સબમિટ કરી રજિસ્ટ્રેશન કરો.
  • સિસ્ટમ જનરેટેડ એપ્લિકેશન નંબર નોટડાઉન કરો.
  • હવે ફોટોગ્રાફ અને તમામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફી જમા કરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • ભવિષ્ય માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.